દેશના ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ આવાસ ‘એન્ટિલિયા’ની બહાર એક શંકાસ્પદ ગાડી મળવાથી હોબાળો થઈ ગયો હતો. ગાડીમાં વિસ્ફોટક સાથે એક ચિઠ્ઠી મળી આવી છે. જેમાં લખ્યું છે-‘મુકેશ ભાઈ, આ તો ફક્ત ટ્રેલર છે, આખી વ્યવસ્થા થઈ ગઈ છે’ આ મામલે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, એન્ટિલિયાની બહાર જે ગાડી મળી એ સ્કોર્પિયો કાર હતી. આ ગાડીને મોડી રાતે લગભગ એક વાગ્યે ઊભી કરાઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેમાં 20 જિલેટિનની સ્ટિક્સ હતી. આ ગાડીની અંદર એક ધમકી ભર્યો લેટર પણ મળ્યો હતો, જેની તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાના પગલે મુંબઇ પોલીસ વિજય સ્ટોર્સના સીસીટીવીની તપાસ કરી રહી છે. પોલીસ સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ ‘એન્ટિલિયા’ની બહાર કાર પાર્ક કર્યાં બાદ એક શખ્સ લાંબા સમય બાદ કારમાંથી બહાર આવ્યો હતો.
ગુરૂવારે આ ઘટના બાદ અંબાણીના મુંબઈ આવાસ ‘એન્ટિલિયા’ની બહાર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરી દેવાઇ છે. ‘એન્ટિલિયા’ની આસપાસ નીકળતા વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એન્ટિલિયાની બહાર ડોગ-સ્ક્વોડ, બોમ્બ-સ્ક્વોડથી તપાસ થઇ રહી છે.,
અંબાણીના ઘરની બહાર મળેલી વિસ્ફોટકો ભરેલી કાર ક્યારે ઘરની બહાર કરાઈ હતી પાર્ક પોલીસને કઈ રીતે પડી ખબર ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 Feb 2021 11:59 AM (IST)
દેશના ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના મુંબઈ આવાસ ‘એન્ટિલિયા’ની બહાર એક શંકાસ્પદ ગાડી મળવાથી હોબાળો થઈ ગયો હતો. આ ગાડીમાંથી જિલેટિનની 20 સ્ટિક્સ મળી આવી હતી. અંબાણીના ઘરની બહાર મળેલી વિસ્ફોટકો ભરેલી કાર ક્યારે ઘરની બહાર કરાઈ હતી પાર્ક પોલીસને કઈ રીતે પડી ખબર ?
- - - - - - - - - Advertisement - - - - - - - - -