Smriti Irani On Rahul Gandhi: કેન્દ્રીય મંત્રી અને અમેઠીના સાંસદ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતા અજય રાય પર નિશાન સાધ્યું છે. તેમણે અજય રાયના એ નિવેદનને લઈને પણ પલટવાર કર્યો હતો, જેમાં રાયે કહ્યું હતું કે, સ્મૃતિ ઈરાની અમેઠીમાં દેખાડો કરવા આવે છે. હવે સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પ્રશ્ન પુછતાની સાથે જ પડકાર પણ ફેંક્યો હતો. 


સ્મૃતિ ઈરાનીએ ટ્વિટર પર લખ્યું, "સાંભળ્યું @RahulGandhi જી, તમે તમારા એક પ્રાંતીય નેતાને 2024માં અમેઠીથી અભદ્ર રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરાવી છે... તો શું હું પાક્કુ સમજુ કે તમે અમેઠીથી ચૂંટણી લડશો? કોઈ બીજી સીટ પર તો નહીં ભાગી જાવને? તમને ડર નથી લાગતો???"


'કોઈ નવા ભાષણકારની જરૂર'


સ્મૃતિ ઈરાનીએ એમ પણ કહ્યું હતું કે, તમારે અને મમ્મીજી (સોનિયા ગાંધી)ને તમારા માયાવાદી ગુંડાઓ માટે નવા સ્પીચ રાઈટરની જરૂર છે. આ અગાઉ કોંગ્રેસના નેતા અજય રાયે કહ્યું હતું કે, અમેઠીમાં તે (સ્મૃતિ ઈરાની) દેખાડો કરવા આવે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. અજય રાયે વધુમાં કહ્યું હતું કે, અમેઠી રાહુલ ગાંધી અને કોંગ્રેસનો ગઢ રહ્યો છે અને રહેશે.


'હું તેને બનારસમાં હરાવીશ'


આ દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી અમેઠીથી જ ચૂંટણી લડશે અને જીતશે. અજય રાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2024ની ચૂંટણીમાં બનારસ બેઠક પરથી હરાવવા માટે ખુલ્લો પડકાર આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, હું તેમને બનારસમાં હરાવીશ, આ મારો ખુલ્લો પડકાર છે.


'કોંગ્રેસ મહિલાઓનું સન્માન કરતી નથી'


અજય રાયના આ નિવેદનની ભાજપ ટીકા કરી રહી છે. રાયના નિવેદન પર પ્રતિક્રિયા આપતા ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ ધરમવીર તિવારીએ કહ્યું કે, સ્મૃતિ ઈરાની સામે ચૂંટણી હારી ગયેલા નેતા ચૂંટણી કેવી રીતે લડી શકે? તેમણે કહ્યું કે, સ્મૃતિ ઈરાની પર માત્ર કોંગ્રેસના લોકો જ આ પ્રકારની બેફામ વાતો કરી શકે છે, કારણ કે કોંગ્રેસ મહિલાઓનું સન્માન કરવાનું જાણતી નથી.


Smriti Irani : કોંગ્રેસના નેતાનું સ્મૃતિ ઈરાનીને લઈ અભદ્ર નિવેદન, કહ્યું - અમેઠીમાં તેઓ લટકા ઝટકા...


લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ 'ભારત જોડો યાત્રા' યોજી એક તરફ ભાજપ પર પ્રહારો કરી રહી છે. આ દરમિયાન કોંગ્રેસના પ્રાંતીય અધ્યક્ષ અજય રાયે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ભારત જોડો યાત્રા સાથે સોનભદ્ર પહોંચેલા અજય રાયે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પર અભદ્ર શબ્દો કહ્યાં હતાં. જેને લઈને વિવાદ ઉભો થયો છે. 


અજય રાયે પોતાના નિવેદનમાં સ્મૃતિ ઈરાનીને લઈને કહ્યું હતું કે, તે અમેઠીમાં પોતાના લટકા ઝટકા દેખાડવા માટે આવે છે. સાથે જ તેમણે કહ્યું હતું કે, અમેઠી રાહુલ ગાંધી અને કોંગ્રેસીઓનો ગઢ રહ્યો છે અને રહેશે. રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે અને જીતશે. અજય રાયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2024ની ચૂંટણીમાં બનારસ સીટ પરથી હરાવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો અને કહ્યું હતું કે, તેઓ નરેન્દ્ર મોદીને બનારસથી હરાવશે. ભાજપે આ નિવેદનની આકરી ટીકા કરી હતી.