અમેઠીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે તેમની પારંપરિક સીટ અમેઠીથી ઉમેદવારી પત્ર ભર્યુ હતું. આ દરમિયાન રાહુલની સાથે તેનો સમગ્ર પરિવાર હાજર હતો. આ દરમિયાન એક એવી તસવીર સામે આવી, જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે.

આ તસવીરમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા તેના બાળકો સાથે સેલ્ફી લેતા નજરે પડે છે. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી બે ફોટા શેર કરવામાં આવ્યા છે. જેમાં પ્રિયંકા ગાંધી તેના પુત્ર રેહાન અને પુત્રી મિરાયા સાથે સેલ્ફી લઇ રહી છે. કોંગ્રેસે કેપ્શનમાં લખ્યું કે, પોતાના બાળકો સાથે પ્રિયંકા ગાંધી.


પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ ટ્વિટને રિટ્વિટ કરીને લખ્યું કે, મેં મારા ફોનમાં પાડેલી સેલ્ફી કરતાં પણ આ તસવીર સારી છે.


અમેઠીમાં રોડ શો બાદ રાહુલ ગાંધીએ ભર્યું ઉમેદવારી પત્ર, સોનિયા ગાંધી, પ્રિયંકા-રોબર્ટ વાડ્રા રહ્યા હાજર

PM મોદીની બાયોપીક પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ,જાણો શું કહ્યું

પોરબંદરમાં ભાજપના ઉમેદવાર રમેશ ધડૂકે બુલેટ પર બેસીને કર્યો ચૂંટણી પ્રચાર, જુઓ વીડિયો