નવી દિલ્લી: સરહદ પર પાકિસ્તાની સૈના દળો સાથે ચાલી રહેલા ભારે ગોળીબાર વચ્ચે ભારત, દુશ્મનની કોઈ પણ હરકતનો મૂંહતોડ જવાબ આપવા માટે તૈયાર છે. આર્મી અને વાયુસેનાએ પોતાના તરફથી સુરક્ષાને લઈને ઉચ્ચ સ્તરીય તૈયારીઓ પુરી કરી દીધી છે. આ ક્રમમાં હવે નૌસેના આગામી અઠવાડિયે અરબ સાગરમાં એક મહત્વના અભ્યાસના ભાગરૂપે ‘પશ્ચિમ લહર’ને અંજામ આપવા જઈ રહ્યું છે.

એક અંગ્રેજી અખબારના મતે, ‘પશ્ચિમ લહર’ અભ્યાસ અગાઉ કરવામાં આવેલ ડિફેંસ ઑફ ગુજરાત એક્સસાઈઝ (ડીજીએક્સ)નો એક મોટું રૂપ છે, જેનો હેતુ પોતાની યુદ્ધક તૈયારીઓની તપાસ કરવાનું અને પાણીના રસ્તાથી આતંકી હુમલાથી બચવાની તૈયારી કરવાનું છે. આ અભ્યાસ 2 નવેમ્બરથી 14 નવેમ્બર દરમિયાન મુંબઈના વેસ્ટર્ન નેવલ કમાંડ પર કરવામાં આવશે.

પશ્ચિમી તટ પર એક વિશાળ સેનાના અભ્યાસ માટે 40થી વધુ જંગી મોટા અને સબમરિનો સિવાય લડાકુ વિમાન, ટોહી વિમાન અને ડ્રોન્સ પહેલાથી ત્યાં પહોંચી ગયા છે. સેનાના સૂત્રોએ જણાવ્યું હતું કે આ અભ્યાસમાં પૂર્વી જળવિસ્તારોમાં પોતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.