નવી દિલ્લીઃ જાસૂસીકાંડમાં સપા નેતા મુન્નવર સલીમના પીએની ધરપકડ કરવામાં આવી છે. જાસૂસી કરતા ફરહતને દિલ્લી પોલીસે કસ્ટડીમાં લીધો છે. ગુરુવારે દિલ્લીમાં પાકિસ્તાનના ઉચ્ચાયુક્તની અંદર ચાલી રહેલા મોટા જાજૂસી નેટવર્કનો ખુલાસો કર્યો હતો. ભારત વિરુદ્ધ સાજિસ રચાવા માટે પાકિસ્તાન કેવા કેવા પ્રયોસો કરી રહ્યુ છે. જાસૂસી કાંડે તેની અસલિયત દુનિયા સામે લાવી દીધી છે.
દિલ્લી પોલીસે જાસૂસીના એક એવા નેટર્વકનો ભાંડો ફોડ્યો છે કે, જેના લીધે દેશની ઇન્ટેલિજન્સ સતર્ક બની ગઇ છે. ભારતના આ દુશ્મનો પાસે ઘણી એવી સંવેદનશીલ જાણકારીઓ હતી. જે પાકિસ્તાની ખુફિયા એજેન્સી ISI ને મળનાર હતી. જાસૂસો ખાનગી જાણકારી મેળવવા માટે હનીટ્રેપનો હથિયાર તરીકે ઉપયોગ કરતા હતા.