નવી દિલ્હી: 1985 બેંચના IAS અધિકારી અમિત ખરેને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિયુક્તિ કૉન્ટ્રાક્ટ પર કરવામાં આવી છે. તેઓ 30 સપ્ટેમ્બરના સચિવ ઉચ્ચ શિક્ષણના પદ પરથી નિવૃત થયા હતા.


અમિત ખરેએ પોતાની કુશળતા અને વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક અનુભવ સાથે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમણે ઉજ્જવલા યોજનામાં પણ યોગદાન આપ્યું. તેમણે ડિસેમ્બર 2019 માં ઉચ્ચ શિક્ષણ વિભાગ, શિક્ષણ મંત્રાલયના સચિવ તરીકેનો ચાર્જ સંભાળ્યો. તે પછીના ટૂંકા સમયમાં, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને કેબિનેટ દ્વારા 29 જુલાઈ 2020 ના રોજ મંજૂરી આપવામાં આવી.