નવી દિલ્હી: જાહેર સ્થળોએ છઠ્ઠ પૂજાનું  આયોજન ન કરવાના વિરોધમાં ભાજપના કાર્યકરોએ મુખ્યમંત્રીના આવાસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પ્રદર્શનકારીઓને કાબૂમાં લેવા માટે પોલીસે વોટર કેનનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ દરમિયાન દિલ્હી ભાજપના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના સાંસદ મનોજ તિવારી ઘાયલ થયા હતા. મનોજ તિવારી બેરીકેડ પર ચઢી વિરોધ કરી રહ્યા હતા, આ દરમિયાન તેઓ નીચે પડતા ઈજાગ્રસ્ત થયા હતા. હાલ તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.



દિલ્હીમાં છઠ્ઠ પૂજાને લઈને આજે મુખ્યમંત્રી કેજરીવાલના ઘરની બહાર ભાજપ સાંસદ મનોજ તિવારીએ ધરણા આપ્યા હતા. પરંતુ તેમને ગંભીર રીતે ઈજા પહોચતા તેઓ ઘાયલ થઈ ગયા છે. જેના કારણે તેમને દિલ્હીના સફદરગંજના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ હોસ્પિટલમાં મનોજ તિવારી સારવાર હેઠળ છે તેમની સારવાર ચાલી રહી છે. તેમને કાનમાં ઈજા પહોચી હોવાનું સામે આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ વર્ષે પણ દિલ્હીમાં નદી કિનારે સાર્વજનિક સ્થળો પર છઠ્ઠ મનાવા પર પ્રતિંબધ મુકવામાં આવ્યો છે. જેનો લોકો ભારે વિરોધ કરતા નજરે પડી રહ્યા છે.


ભાજપના સાસંદ મનોજ તિવારી પણ ભાજપ નેતાઓ સાથે મળીને વિરોધ કરી રહ્યા છે. જેમાં તેઓ કેજરીવાલના આવાસ સ્થાને ધરણા આપીને બેઠા હતા. દિલ્હી પોલીસે મુખ્યમંત્રી આવાસની આસપાસના વિસ્કારમાં બેરિકેડ મુકી દીધા હતા. જેથી પ્રદર્શનકાર્તા સીએમ આવાસ સુધી ન પહોચી શકે. પોલીસનું કહેવું છે જ્યારે પ્રદર્શનકર્તાને પોલીસ છૂટા કરી રહી હતી. તે સમયે મનોજ તિવારી બેરિકેડ પર ચઢી ગયા હતા. જેથી બેરિકેડ સાથે તેઓ નીચે જમીન પર પટકાયા જેના કારણે તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. જોકે મહત્વનું છે દિલ્હીમાં ઘણા લોકો દિલ્હીમાં તહેવારો મનાવાને લઈને સરકારનો વિરોધ કરી રહ્યા છે ત્યારે ભાજપ નેતા દ્વારા પણ કેજરીવાલ સરકાર પર દબાણ કરવામાં આવી રહ્યું છે.