Amit Shah Jharkhand Visit: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે દેવઘરમાં ભાજપની વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરતા ઝારખંડની હેમંત સોરેન સરકારને દેશની સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે કોઈ મંત્રી-મુખ્યમંત્રી બને છે ત્યારે તે હાથ વડે ભ્રષ્ટાચાર કરે છે, પરંતુ સોરેને તો ટ્રેક્ટર અને રેલ્વેના વેગનથી ભ્રષ્ટાચાર કરવાનું શરૂ કર્યું હતું. તેમણે હેમંત સોરેનને સીધો પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે, તેઓ ચૂંટણી મેદાનમાં આવે અને બબ્બે હાથ કરી લે. રાજ્યના લોકો તેમને સરકારમાંથી ઉખાડી ફેંકવા માટે તૈયાર જ બેઠી છે. 


ગૃહમંત્રી અમિત શાહે 2024માં રાજ્યની તમામ 14 લોકસભા બેઠકો પર ભાજપના ઉમેદવારોને વિજયી બનાવવા અને ફરી એકવાર દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર બનાવવા હાજર સભાને હાકલ કરી હતી.


આદિવાસી છોકરીઓ મોતને ભેટી રહી છે ને સોરેન સરકાર... 


ગૃહમંત્રી અમિત શાહે ઝારખંડ સરકારને દેશની સૌથી ભ્રષ્ટ સરકાર ગણાવી છે. એટલું જ નહીં તેમણે દાવો કર્યો છે કે, જનતા આ સરકારને સત્તા પરથી હટાવી દેશે. ઝારખંડના દેવઘરમાં આયોજિત રેલીને સંબોધતા તેમણે કહ્યું હતું કે, ઝારખંડમાં આદિવાસી છોકરીઓની હત્યા કરવામાં આવી રહી છે. પરંતુ ઝારખંડની સોરેન સરકાર તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, ઝારખંડમાં વસ્તી વિષયક પરિવર્તન થઈ રહ્યું છે, આદિવાસીઓની ટકાવારી ઘટી રહી છે.


એક મહિનામાં ઝારખંડમાં અમિત શાહની આ બીજી રેલી છે. આ પહેલા 7 જાન્યુઆરીએ તેમણે ચાઈબાસામાં પાર્ટીની પ્રથમ વિજય સંકલ્પ રેલીને સંબોધિત કરી હતી. આજે દેવઘરમાં બીજી વિજય સંકલ્પ રેલીને સંબોધતા પહેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ અહીં IFFCOના નેનો યુરિયા પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ પ્લાન્ટમાંથી વાર્ષિક છ કરોડ બોટલ લિક્વિડ યુરિયાનું ઉત્પાદન કરવામાં આવશે, જેની મદદથી પાકની ઉપજ દોઢ ગણી વધશે.


દબાવી દુ:ખતી રગ


ગ્ર્હમંત્રી અમિત શાહે કહ્યું હતું કે, તેઓ અહીં સાંતલ પરગણા જીતવાનો સંકલ્પ લેવા આવ્યા છે. અહીંથી શિબુ સોરેનના પરિવારને બોરી બાંધીને મોકલવો પડશે. હેમંત સોરેનને આદિવાસીઓના વિરોધી ગણાવતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે, વોટબેંકના લોભને કારણે તેઓ સ્થળની વસ્તીને બદલી રહ્યા છે. અહીં ઘૂસણખોરોની સંખ્યા વધી રહી છે. આદિવાસીઓ અને પછાત વર્ગોની વસ્તી ઘટી રહી છે. ઘૂસણખોરો આદિવાસીઓની જમીન હડપ કરી રહ્યા છે. તેઓ અહીં બહેન-દિકરીઓ પર ત્રાસ ગુજારે છે. સાહેબગંજ, દુમકા, ગોડ્ડા, પાકુર, જામતારામાં ખુલ્લેઆમ ઘૂસણખોરી થઈ રહી છે અને તેને રોકવાને બદલે હેમંત સોરેન હસતા મોઢે બધું જોઈ રહ્યા છે.


તેમણે કહ્યું હતું કે, હેમંત બાબુ, તમે સાંથલ પરગણામાં કોઈ વિકાસનું કામ કર્યું નથી, માત્ર જનતાને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે. જનતા હવે તમને ઓળખી ગઈ છે અને તમારી પાસેથી હિસાબ માંગે છે. આદિવાસી દીકરીઓની હત્યાનો જવાબ તમારી પાસેથી માંગવામાં આવી રહ્યો છે. ગરીબો અને આદિવાસીઓના વિકાસ માટેના પૈસા દિલ્હી કોર્ટમાં મોકલવામાં આવી રહ્યા છે.


કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આ વિસ્તાર સાયબર ક્રાઈમનું હબ બની ગયો છે. અહીં બાળકોને ખોટા રસ્તે લઈ જઈને મોટા ગુનાઓ આચરવામાં આવે છે. સાયબર ક્રાઈમ સામે લડવા માટે ભારત સરકાર ગમે તેટલી મદદ કરવા માંગતી હતી. હેમંતબાબુએ કોઈ વાત પર આગળ વધ્યા જ નહીં.