Amit Shah on Arvind Kejriwal: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) આરોપોનો જવાબ આપ્યો છે. એક ન્યૂઝ એજન્સી સાથેની વાતચીત દરમિયાન અમિત શાહે કહ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 2029 સુધી વડાપ્રધાન રહેવાના છે અને મારી પાસે અરવિંદ કેજરીવાલ માટે એક ખરાબ સમાચાર છે કે 2029 પછી પણ પીએમ મોદી જ બીજેપીનું  (BJP) નેતૃત્વ કરશે."


'ઘણાબધા લોકો માને છે કેજરીવાલને વિશેષ છૂટ આપવામાં આવી છે'
સુપ્રીમ કોર્ટ દ્વારા અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) વચગાળાના જામીન આપવા અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) કહ્યું, "હું માનું છું કે આ કોઈ રેગ્યૂલર નિર્ણય નથી. આ દેશમાં ઘણા લોકો માને છે કે વિશેષ છૂટ આપવામાં આવી છે. અત્યારે તેઓ (અરવિંદ કેજરીવાલ) અટવાયેલા છે. બીજા અંકમાં (સ્વાતિ માલીવાલ હુમલો), તેમને આમાંથી મુક્ત થવા દો, પછી જોઈએ શું થાય છે."


દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી (AAP) ના સંયોજક અરવિંદ કેજરીવાલને દિલ્હી એક્સાઇઝ પૉલિસીમાં કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લૉન્ડરિંગ કેસમાં શુક્રવારે (10 મે) સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન મંજૂર કર્યા હતા. જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠે કહ્યું હતું કે AAP કન્વીનરને 2 જૂને આત્મસમર્પણ કરવું પડશે અને પાછા જેલમાં જવું પડશે. કોર્ટે અરવિંદ કેજરીવાલ સમક્ષ કેટલીક શરતો પણ મૂકી છે.






આ શરતોની સાથે કેજરીવાલને મળ્યા છે વચગાળાના જામીન 
સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને એ શરતે વચગાળાના જામીન આપ્યા કે તેઓ મુખ્યમંત્રી કાર્યાલય અને દિલ્હી સચિવાલય નહીં જાય. આ સાથે, તેઓ તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનથી બંધાયેલા રહેશે. અરવિંદ કેજરીવાલ સત્તાવાર ફાઇલો પર સહી પણ નહીં કરે.


દિલ્હી મહિલા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સભ્ય સ્વાતિ માલીવાલે સોમવારે (13 મે)ના રોજ આરોપ લગાવ્યો હતો કે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના અંગત સ્ટાફે તેમના પર હુમલો કર્યો હતો.