સાઉથના સૌથી મોટા સુપરસ્ટારે મોદી-શાહને ગણાવ્યા કૃષ્ણ-અર્જુન, જાણો કેમ
abpasmita.in | 11 Aug 2019 04:46 PM (IST)
ગૃહ મંત્રી અમિત શાહજી મિશન કાશ્મીર પુરુ કરવા માટે તમને દિલથી હાર્દિક શુભેચ્છા, જે રીતે તમને આને પુરુ કર્યુ તે ખરેખર કમાલનું હતુ. ખાસ કરીને તમે સંસદમાં ભાષણ આપ્યુ તે મહત્વનું અને શાનદાર હતુ.
બેંગલુરૂ: સાઉથના સુપરસ્ટાર અને હવે રાજનીતિમાં આવેલા અભિનેતા રજનીકાંતે કલમ 370 હટાવવાના નિર્ણય બાદ મોદી-શાહની જોડીના ખૂબ વખાણ કર્યા છે. સુપરસ્ટાર રજનીકાંતે પ્રધાનમંત્રી મોદીને કૃષ્ણ અને ગૃહમંત્રી અમિત શાહને અર્જૂન ગણાવ્યા છે. સાઉથના સૌથી મોટા સુપરસ્ટાર રજનીકાંત ચેન્નાઇમાં આયોજિત એક કાર્યક્રમમાં જોડાયા હતા. અહીં તેમને જમ્મુ-કાશ્મીર અને કલમ 370 મુદ્દે કેન્દ્ર સરકારની પ્રસંશા કરી હતી, રજનીકાંતે કેંદ્ર સરકારના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. રજનીકાંતે કહ્યું કે, ગૃહ મંત્રી અમિત શાહજી મિશન કાશ્મીર પુરુ કરવા માટે તમને દિલથી હાર્દિક શુભેચ્છા, જે રીતે તમને આને પુરુ કર્યુ તે ખરેખર કમાલનું હતુ. ખાસ કરીને તમે સંસદમાં ભાષણ આપ્યુ તે મહત્વનું અને શાનદાર હતુ. એક્ટર રજનીકાંતે આ દરમિયાન પીએમ મોદીને કૃષ્ણા અને અમિત શાહને અર્જૂન તરીકે ગણાવ્યા હતા.