સાઉથના સૌથી મોટા સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નાઇમાં આયોજિત એક કાર્યક્રમમાં જોડાયા હતા. અહીં તેમને જમ્મુ-કાશ્મીર અને કલમ 370 મુદ્દે કેન્દ્ર સરકારની પ્રસંશા કરી હતી, તેમને આ નિર્ણયને યોગ્ય અને સારો ગણાવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન રજનીકાંતે કહ્યું કે, ગૃહ મંત્રી અમિત શાહજી મિશન કાશ્મીર પુરુ કરવા માટે તમને દિલથી હાર્દિક શુભેચ્છા, જે રીતે તમને આને પુરુ કર્યુ તે ખરેખર કમાલનું હતુ. ખાસ કરીને તમે સંસદમાં ભાષણ આપ્યુ તે મહત્વનું અને જબરદસ્ત હતુ.
એક્ટર રજનીકાંતે આ દરમિયાન પીએમ મોદીને કૃષ્ણા અને અમિત શાહને અર્જૂન તરીકે ગણાવ્યા હતા.
નોંધનીય છે કે, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહની જોડીએ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવીને કલમ 370ને ખતમ કરી દીધી છે. આ નિર્ણયને આખા દેશે વધાવ્યો છે.