શાહે કહ્યું કે, રાહુલ બાબા આપણી પેઢીઓ ક્યારેય કાશ્મીર માટે બલિદાન આપવામાં પાછી નથી રહી. અનુચ્છેદ 370 ખતમ કરવો એ ભાજપ માટે કોઈ રાજકીય મુદ્દો ન હતો. તે ભારત માતાને અખંડ બનાવવાનો સંકલ્પ છે. તમને આમાં રાજનીતિ દેખાઈ રહી છે અને અમને તેમાં દેશભક્તિ દેખાય છે. 1950માં સરદાર પટેલના મૃત્યુ બાદ 1952માં દિલ્હી કરાર થયો હતો, જે અનુચ્છેદ 370નો પાયો હતો. ત્યારબાદ 370 અને 35A લગાવાઈ હતી. તેના જ કારણે ભારતનો કોઈ વ્યક્તિ કાશ્મીરમાં સંપત્તિ ખરીદી શકતો ન હતો. PoK નેહરુની ભૂલ હતી.
ભારતમાં પાકિસ્તાનથી જે શરણાર્થી આવ્યાં, હિન્દુ ભાઈ આવ્યાં, તે કાશ્મીરમાં ગયા અને તેમને પણ નાગરિકતા મળી ન હતી. તેમને નાગરિકતા અને સન્માન મોદીજીએ અપાવ્યું. 370થી આતંકવાદ આવ્યો, અલગાવવાદ આવ્યો.