મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા તેમણે કહ્યું તેમનો 10 વર્ષનો કાર્યકાળ તાનાશાહી ભર્યો રહ્યો છે. જો રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો પ્રથમ કેબિનેટની બેટકમાં આયુષ્માન ભારત યોજના લાગૂ કરશું. અમિત શાહે કહ્યું, 'દીદી બંગાળની જનતાને આયુષ્માન ભારત યોજનાનો લાભ નથી મળવા દેતા, કારણ કે આ યોજના મોદીજીએ શરૂ કરી છે. હું બંગાળની જનતાને વિશ્વાસ અપાવું છું કે ભાજપ સરકાર આવ્યા બાદ અમે પ્રથમ કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ કરશું કે રાજ્યમા આ યોજના લાગૂ થાય.'
આ સાથે જ તેમણે કહ્યું મમતા દીદીએ થોડા દિવસો પહેલા એક પત્ર મોકલ્યો છે કે અમે ખેડૂત સન્માનન નિધિ યોજના લાગૂ કરવા માટે સહમત છીએ. દીદી તમે કોને બેવકૂફ બનાવી રહ્યા છો, માત્ર કાગળ મોકલ્યા છે, તેની સાથે ખેડૂતોની યાગી જોઈએ, બેંક ખાત નંબર જોઈએ. તમે એ કંઈ નથી મોકલ્યું.'