પીએમ મોદીએ મન કી બાતમાં 26 જાન્યુઆરીએ લાલ કિલ્લા પર તિરંગાના અપમાનની ઘટનાનો ઉલ્લેખ કરતા દુઃખ વ્યક્ત કર્યુ હતુ. પીએમ મોદીએ કહ્યું કે, દિલ્હીમાં 26 જાન્યુઆરીએ તિરંગાનુ અપમાન જોઇને દેશ દુઃખી થયો છે. આપણે આવનારા સમયને નવી આશા અને નવીનતાથી ભરવાનો છે. આપણે ગયા વર્ષે અસાધારણ સંયમ અને સાહસનો પરિચય આપ્યો. આ વર્ષે પણ ખુબ મહેનત કરીને પોતાના સંકલ્પોને સિદ્ધ કરવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના દરેક ભાગમાં, દરેક શહેર, કસ્બા અને ગામમાં આઝાદીની લડાઇ પુરેપુરી તાકાતની સાથે લડવામાં આવી હતી. ભારત ભૂમિના દરેક ખૂણામાંથી મહાન સપૂતો અને વીરાંગનાઓએ જન્મ લીધો, જેમને રાષ્ટ્ર માટે પોતાનુ જીવન ન્યોછાવર કરી દીધુ છે.
એવુ પહેલીવાર બન્યુ હતુ કે 26 જાન્યુઆરીના દિવસે લાલ કિલ્લા પર દેશની આન બાન શાન રાષ્ટ્રધ્વજ તિરંગાની જગ્યાએ આંદોલનકારીઓએ બીજો અલગ ઝંડો ફરકાવી દીધો હતો. આ ઘટનાને લઇને આખો દેશ ગુસ્સે ભરાયો હતો.