અમિત શાહે વડાપ્રધાનના જન્મદિવસને 'સેવા દિવસ' તરીકે ઉજવવા અપિલ કરી
abpasmita.in | 16 Sep 2016 09:47 PM (IST)
નવી દિલ્લી:ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે વડાપ્રધાન નરેંદ્ર મોદીના જન્મદિવસને “સેવા દિવસ” તરીકે ઉજવવા માટે અપિલ કરી છે.શાહે કહ્યું મને ખૂશી છે કે 17 સપ્ટેમ્બરના વડાપ્રધાન મોદીના જન્મદિવસ પર સમગ્ર દેશમાં સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. એક પાર્ટીના કાર્યકર્તા તરીકે હુ પણ તેલંગણામાં સ્વચ્છતા અંર્તગત યોજાનાર કાર્યક્રમમાં ભાગ લેવાનો છું. જન સેવાથી વધારે કોઈ સંતોષજનક કોઈ કાર્ય ન હોઈ શકે.વડાપ્રધાનનું કહેવાનું છે કે વિકાસનો લાભ તમામ ગરીબ લોકો સુધી પહોંચવો જોઈએ.તમામ કાર્યકર્તાઓને આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શુભકામના પાઠવું છું.