મજબૂત ઇચ્છાશક્તિ વાળા વડાપ્રધાન છે PM મોદી, કોઇ વિચારે પણ નહીં એવું કરી બતાવ્યુઃ અમિત શાહ
abpasmita.in | 23 Aug 2019 10:00 AM (IST)
પીએમ મોદીની ઇચ્છશક્તિનો ઉલ્લેખ કરતાં અમિત શાહે લખ્યું છે કે, આ પણ મોદીની દ્રઢ ઇચ્છાશક્તિ જ છે, વિકટ રાજકીય પરિસ્થિતિમાં પણ તેમને કઠીન નિર્ણય લીધા છે
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરકારની ઉપલબ્ધિઓ અને નીતિને લઇને હિન્દી સમાચાર પત્ર દૈનિક જાગરણમાં એક લેખ લખ્યો છે, લેખમાં અમિત શાહે પીએમ મોદીને મજબૂત ઇચ્છાશક્તિ વાળા પીએમ ગણાવ્યા છે. અમિત શાહે લખ્યું કે, કોઇપણ સરકાર ક્યારેય વિચારી પણ ના શકે એવા પગલા આપણા પીએમ મોદીએ લીધા છે, ગૃહમંત્રીએ કહ્યું કે, કલમ 370 અને 35એ હટાવવાનો નિર્ણય, અર્થવ્યવસ્થા અને ચંદ્રયાન સહિતના મુદ્દાઓ પર મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા અમિત શાહે લખ્યું કે, મોદી સરકારની નીતિઓ ગરીબોના કલ્યાણ, લોકોનું જીવન બદલવા પર કામ કરી રહી છે. વધુમાં લખ્યુ કે, જનધન, મુદ્રા, સૌભાગ્ય, સ્વચ્છ ભારત, શ્રમયોગી માનધન પેન્શન, કિસાન પેન્શન અને લધુ વ્યાપારી માનધન જેવી યોજનાઓના માધ્યમથી સરકારે સામાન્ય માણસના જીવનસ્તરને ઉપર લાવવવા અને સામાજિક અને આર્થિક રીતે મજૂબત બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પીએમ મોદીની ઇચ્છશક્તિનો ઉલ્લેખ કરતાં અમિત શાહે લખ્યું છે કે, આ પણ મોદીની દ્રઢ ઇચ્છાશક્તિ જ છે, વિકટ રાજકીય પરિસ્થિતિમાં પણ તેમને કઠીન નિર્ણય લીધા છે.