એબીપી અસ્મિતા વેબ ટીમ | 18 May 2020 11:11 AM (IST)
અમૃતસરના ભદ્રકાળી મંદિરમાં સોમવારે કેટલાક ભક્તો દર્શન કરવા આવ્યા હતા. તેમણે પૂજા કરી અને આરતીમાં ભાગ લીધો હતો.
અમૃતસરઃ દેશમાં આજથી લોકડાઉન 4.0 શરૂ થઈ ગયું છે. જેમાં અગાઉના લોકડાઉન પ્રમાણે ધાર્મિક સ્થાનો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી શરૂ થયેલા લોકડાઉન 4માં પંજાબના અમૃતસરના એક મંદિરમાં કેટલાક શ્રદ્ધાળુઓ દર્શન કરવા એકઠાં થયા હતા. સમાચાર એજન્સી ANIના રિપોર્ટ પ્રમાણે, અમૃતસરના ભદ્રકાળી મંદિરમાં સોમવારે કેટલાક ભક્તો દર્શન કરવા આવ્યા હતા. તેમણે પૂજા કરી અને આરતીમાં હિસ્સો લીધો હતો. મંદિરના પૂજારીએ કહ્યું, જે લોકોને માતામાં શ્રદ્ધા છે અને આવવા માંગતા હોય તે આવી શકે છે. અમે ઈચ્છીએ છીએ કે એક-બે લોકો સોશિયલ ડિસ્ટેંસ બનાવીને, માસ્ક પહેરીને આવે તથા દર્શન કરીને શક્ય તેટલા વહેલા ઘરમાં જઈને સુરક્ષિત રહે. લોકડાઉન 4માં ધાર્મિક મેળાવડા પર પ્રતિબંધ છે. આ સ્થિતિમાં અમૃતસરમાં લોકડાઉનના નિયમના ઉલ્લંઘન થવા બદલ સ્થાનિક તંત્ર દ્વારા મંદિર પાસેથી જવાબ માંગવામાં આવ્યો છે.