નવી દિલ્હીઃ પંજાબ સરકારે આર્થિક ગતિવિધિને વેગ આપવાનો મોટો ફેંસલો લીધો છે. પંજાબમાં આજથી કર્ફ્યુના સ્થાને લોકડાઉન રહેશે. બીજા રાજ્યોમાં હજુ બસ, ટેક્સીને લઈ ફેંસલો થવાનો છે. પરંતુ પંજાબ સરકારે આજથી કન્ટેનમેંટ ઝોનને બાદ કરતાં દુકાનો-ઓફિસો ખોલવાનો આદેશ આપ્યો છે.
મહારાષ્ટ્રમાં કન્ટેનમેંટ ઝોનમાં લોકડાઉનનો કડક અમલ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ઉદ્યોગ તબક્કાવાર શરૂ કરાશે. ગ્રીન અને ઓરેંજ ઝોનમાં વધારે છૂટછાટ આપવામાં આવશે.
દિલ્હીમાં આજે છૂટછાટની યોજનાની જાહેરાત થશે. ગુજરાત સરકાર પણ આજે દિશા નિર્દેશ જાહેર કરશે. જમ્મુ-કાશ્મીરમાં 20 મેના રોજ ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. કર્ણાટક સરકારે પણ આજે છૂટની જાહેરાત કરશે.
લોકડાઉન 4માં શું બંધ રહેશેે અને શું ચાલુ રહેશે
લોકડાઉન 4માં વિમાન સેવા, રેલવે, સ્કૂલ-કૉલેજ હોટલ રેસ્ટોરન્ટ, સિનેમા હોલ, જિમ બંધ રહેશે. સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ અને સ્ટેડિયમ ખુલશે પરંતુ તેમાં કઈ દર્શકો નહી હોય. ધાર્મિક અને રાજકીય આયોજનો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે તેમાં કહેવામાં આવ્યું છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં આવવા જવા છૂટછાટ આપવામાં આવી છે. મેડિકલ સ્ટાફને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટેની છૂટછાટ આપવામાં આવી છે.
કન્ટેઈનમેન્ટ ઝોનને છોડી અન્ય ઝોનમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યોમાં બસો સહમતિ બાદ જઈ શકશે. રેડ અને ઓરેન્ડ ઝોન અંદર કન્ટેઈનમેન્ટ અને બફર ઝોન બનાવાશે. જિલ્લાઅધિકારી નક્કી કરી શકશે. કન્ટેઈનમેન્ટમાં જરૂરી સેવાઓ ચાલુ રહેશે. મેડિકલ ઈમરજન્સી સિવાય લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં કૉન્ટ્રેક્ટ ટ્રેસિંગ, ઘરે ઘરે સર્વિલાન્સથી ઘ્યાન રાખવામાં આવશે. રાત્રે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે.
Lockdown 4: પંજાબમાં શરતો સાથે ખુલશે દુકાનો, મહારાષ્ટ્રમાં વધારે છૂટછાટ, દિલ્હીમાં આજે થશે જાહેરાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 May 2020 08:44 AM (IST)
મહારાષ્ટ્રમાં કન્ટેનમેંટ ઝોનમાં લોકડાઉનનો કડક અમલ કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં ઉદ્યોગો તબક્કાવાર શરૂ કરાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -