મોંઘવારીનો વધુ એક માર, અમૂલે વધાર્યા દૂધના ભાવ, જાણો શું છે નવી કિંમત
abpasmita.in | 15 Dec 2019 07:21 AM (IST)
અમૂલે ગુજરાત, મુંબઈ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં રવિવારથી પ્રતિ લીટર 2 રૂપિયા વધારાની જાહેરાત કરી છે. જ્યારે મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં 3 રૂપિયા પ્રતિ લીટર સુધી દૂધના ભાવ વધાર્યા છે.
આણંદઃ દેશમાં હાલ લોકો મોંઘવારીનો માર સહન કરી રહ્યા છે. ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળી બાદ હવે દૂધના ભાવમાં પણ વધારો થયો છે. અમૂલ અને મધર ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. અમૂલે ગુજરાત, મુંબઈ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં રવિવારથી પ્રતિ લીટર 2 રૂપિયા વધારાની જાહેરાત કરી છે. જ્યારે મધર ડેરીએ દિલ્હી-એનસીઆરમાં 3 રૂપિયા પ્રતિ લીટર સુધી દૂધના ભાવ વધાર્યા છે. પશુદાણ અને અન્ય ઈનપુટ ખર્ચમાં થયેલ વધારાને ધ્યાનમાં રાખીને દૂધ સંઘો દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ભાવમાં ગત વર્ષની સરખામણીએ રૂ. ૧૦૦ થી ૧૧૦ પ્રતિકિલોગ્રામ ભાવ વધારો કરવામાં આવેલ છે. દૂધ સંઘો દ્વારા જે દૂધ સંપાદનના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે જે ગત વર્ષ કરતાં ૧૫% વધુ છે અને તેનો સીધો લાભ ગુજરાતનાં ૩૬ લાખ દૂધ ઉત્પાદકનોને થયેલ છે. અમૂલનો પ્રતિ લિટર જૂનો અને નવો ભાવ પ્રકાર જૂનો ભાવ નવો ભાવ ભેંસનું દૂધ 56 58 અમૂલ ગોલ્ડ 54 56 શક્તિ 50 50 ટી-સ્પેશિયલ 50 51 ગાયનું દૂધ 44 46 અમૂલ તાજા 41 43 અમૂલ ઉપરાંત મધર ડેરી દ્વારા પણ દિલ્હી-એનસીઆરમાં દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યાં પણ આજથી જ નવો ભાવ લાગુ થઈ ગયો છે.