Mumbai : મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. એકનાથ શિંદે સહિત 12 MLAનું ધારાસભ્યપદ રદ્દ કરવા માટે મહારાષ્ટ્ર વિધાનસભાના ડેપ્યુટી સ્પીકરને અરજી કરવામાં આવી છે. 


આ 12 MLAનું ધારાસભ્યપદ રદ્દ કરવા અરજી
1) એકનાથ શિંદે
2) અબ્દુલ સત્તાર
3) સંદીપન ભુમરે
4) પ્રકાશ સુર્વે
5) તાનાજી સાવંત
6) મહેશ શિંદે
7) અનિલ બાબર
8) યામિની જાધવ
9) સંજય શિરસાટ
10) ભરત ગોગાવલે
11) બાલાજી કિનીકર
12) લતા સોનાવણે
 





પાછા આવવા ઇચ્છતા કેટલાકને તક આપી : અરવિંદ સાવંત

આ અંગે શિવસેના નેતા તેમજ સાંસદ અરવિંદ સાવંતે કહ્યું કે 12 MLAનનું ધારાસભ્ય પદ રદ્દ  કરવાની માંગણી કરી છે, તેઓએ ખોટું કર્યું છે, તેમનું સભ્યપદ રદ્દ  કરવામાં આવશે. અમારું પદ રહેશે તેવા જવાબો પણ ખોટા આપવામાં આવ્યા હતા, ત્યાં નોટિસ પર અમે કહ્યું કે અમે તમારી સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. જે  કાયદેસર નથી, તે ટકી શકશે નહીં, પછી કોર્ટમાં જાણીશું. પાછા આવવા માંગતા કેટલાક લોકોને તક આપવામાં આવી છે.






એકનાથ શિંદેએ કર્યા પ્રહારો 
આ અંગે એકનાથ શિંદેએ વળતો પ્રહાર કર્યો છે. ટ્વીટમાં તેમણે લખ્યું, તમે કોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છો?અમે તમારી બનાવટ અને કાયદો પણ જાણીએ છીએ. તમે 12 ધારાસભ્યો સામે કાર્યવાહી માટે અરજી કરીને અમને ડરાવી શકતા નથી. કારણ કે અમે  આદરણીય શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના અસલી શિવસેના અને શિવસૈનિક છીએ”


આગળ તેમણે લખ્યું, “ બંધારણની 10મી અનુસૂચિ (શિડ્યૂલ) મુજબ વ્હીપ એસેમ્બલીના કામ માટે છે, સભાઓ માટે નહીં. આ અંગે સુપ્રીમ કોર્ટના અનેક નિર્ણયો છે.”


તેમણે લખ્યું, “કાયદો પણ જાણીએ છીએ, તેથી ધમકીઓથી ડરતા નથી. નંબર વગર ગેરકાયદે જૂથ બનાવવા બદલ અમે તમારી સામે કાર્યવાહીની માંગ કરીએ છીએ.”