Gautam Adani family Donation: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી અને તેમના પરીવારે સૌથી મોટું દાન આપવાનો નિર્ણય કર્યો છે. સામાજિક કાર્યો માટે અદાણી પરીવાર 60 હજાર કરોડ રુપિયાનું દાન કરશે. મહત્વનું છે કે, આવતીકાલે ગૌતમ અદાણી તેમનો 60મો જન્મદિવસ ઉજવશે. આ 60મા જન્મદિવસ નિમિત્તે સૌથી મોટું દાન કરવાનું એલાન કરવામાં આવ્યું છે. મળતા અહેવાલ મુજબ, અદાણી પરીવારે નિર્ણય કર્યો છે કે, સામાજીક વિકાસના હેતુ માટે 60 હજાર કરોડ રુપિયાનું દાન કરશે. આ કરોડો રુપિયાના દાનનું સંચાલન અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે. 


ભારતના ઔદ્યોગિક જગતના ઈતિહાસમાં આ સૌથી મોટું દાનઃ
"60 હજાર કરોડ રુપિયાના દાનની રકમ અદાણી ફાઉન્ડેશન દ્વારા આરોગ્ય ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે સ્કિલ ડેવલોપમેન્ટ ક્ષેત્રે વાપરવામાં આવશે." ગૌતમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીએ બ્લુમબર્ગને આપેલા એક ઈન્ટરવ્યુંમાં આ માહિતી આપતાં જણાવ્યું કે, "ભારતના ઔદ્યોગિક જગતના ઈતિહાસમાં આ સૌથી મોટું દાન હશે. 60 હજાર કરોડ રુપિયાનું દાન આપવાની પ્રતિજ્ઞા ગૌતમ અદાણીના 60મા જન્મદિવસ નિમિત્તે લેવામાં આવ્યો છે."


શાંતિલાલ અદાણીની 100મી જન્મ જયંતિનો અવસરઃ
મહત્વનું છે કે આ વર્ષે ગૌતમ અદાણીના પિતા શાંતિલાલ અદાણીની 100મી જન્મ જયંતિ પણ છે. ત્યારે અદાણી પરીવાર દ્વારા આ બંને પ્રસંગોને સામાજીક હેતુ સિદ્ધ થાય તે રીતે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ વિશે વાત કરતાં ગૌતમ અદાણીએ જણાવ્યું કે, “મારા પ્રેરણાદાયી પિતાની 100મી જન્મજયંતિ ઉપરાંત, આ વર્ષ મારા 60મા જન્મદિવસનું વર્ષ પણ છે અને તેથી પરીવારે 60,000 કરોડ રૂપિયાનું યોગદાન આપવાનું નક્કી કર્યું છે. આરોગ્ય સંભાળ, શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓ માટે, ખાસ કરીને આપણા રાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં આ ક્ષેત્રે કામ કરવા માટે અમે આ દાન કરવાનું નક્કી કર્યું છે.


આ પણ વાંચોઃ


Maharashtra Political Crisis: વાતચીત માટે એકનાથ શિંદેના જુથે મુકી શરત, 'ઉદ્ધવ ઠાકરે રાજીનામું આપે અને...'