Anant Radhika Wedding Reception Live: PM મોદીએ અનંત રાધિકાને આશીર્વાદ આપ્યા, નવપરિણીત યુગલે ચરણસ્પર્શ કર્યા, અંબાણી પરિવારે સ્વાગત કર્યું
Anant Ambani Radhika Marchant Wedding Reception Live: અનંત રાધિકાના લગ્ન બાદ હવે આશીર્વાદ સેરેમની અને વેડિંગ રિસેપ્શન યોજાશે. આની સાથે જોડાયેલી દરેક અપડેટ માટે અમારી સાથે અહીં બની રહો
gujarati.abplive.com Last Updated: 13 Jul 2024 11:30 PM
બ્રેકગ્રાઉન્ડ
Anant Radhika Wedding Reception Live: અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાનીના સૌથી નાના પુત્ર અનંત અંબાની અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ શુક્રવારે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં એક શાહી સમારોહમાં...More
Anant Radhika Wedding Reception Live: અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાનીના સૌથી નાના પુત્ર અનંત અંબાની અને ઉદ્યોગપતિ વીરેન મર્ચન્ટની પુત્રી રાધિકા મર્ચન્ટ શુક્રવારે મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં એક શાહી સમારોહમાં લગ્નના બંધનમાં બંધાયા. આ સૌથી મોટા લગ્નમાં ભવ્યતા, પરંપરા અને સેલિબ્રિટી ગ્લેમરનો સંગમ જોવા મળ્યો, જેમાં ગ્લોબલ આઇકોન, બોલીવુડ હસ્તીઓ અને રાજકીય ગણમાન્ય વ્યક્તિઓ હાજર રહ્યા.રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાનીના લગ્ન થઈ ચૂક્યા છે હવે અંબાની ફેમિલી ત્રણ વધુ ફંક્શન યોજવાની તૈયારી કરી રહી છે. 13 જુલાઈએ 'શુભ આશીર્વાદ' સેરેમની રાખવામાં આવી છે. 14 જુલાઈએ 'મંગલ ઉત્સવ' અથવા લગ્નનું રિસેપ્શન અને 15 જુલાઈએ મુંબઈમાં એક વધુ રિસેપ્શન પાર્ટી યોજાશે.PM મોદી વર વધૂની આશીર્વાદ સેરેમનીમાં હાજરી આપી શકે છે અનંત રાધિકાના લગ્નમાં લાલુ પ્રસાદ યાદવ, અખિલેશ યાદવ સહિત રાજકારણના ઘણા દિગ્ગજ નેતાઓ પહોંચ્યા હતા. PM મોદી આ રોયલ વેડિંગમાં દેખાયા નહોતા. જોકે એવી આશા રાખવામાં આવે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વર વધૂની આશીર્વાદ સેરેમનીમાં હાજરી આપી શકે છે. એ કન્ફર્મ થયું નથી કે PM મોદી ફંક્શનમાં કેટલો સમય રહેશે. રિપોર્ટ્સ માનીએ તો વડાપ્રધાન નવપરિણીત જોડીને આશીર્વાદ આપશે અને ચાલ્યા જશે.લગ્નમાં આંતરરાષ્ટ્રીય હસ્તીઓની હતી હાજરી અમેરિકન ટેલિવિઝન સ્ટાર કિમ કાર્દશિયન અને તેમની બહેન ખ્લોઈ, નાઇજીરિયન રેપર રેમા, બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટોની બ્લેર, અને સાઉદી અરામકોના CEO અમીન નાસર, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના અધ્યક્ષ જે લી અને GSK PLCના મુખ્ય કાર્યકારી એમ્મા વાલ્મસ્લે સહિત આંતરરાષ્ટ્રીય બિઝનેસ ટાયકૂન પણ અનંત રાધિકાના સૌથી મોંઘા લગ્નના સાક્ષી બન્યા.બોલીવુડ સાઉથના સિતારાઓએ ખૂબ મચાવ્યો ધમાલ અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, સલમાન ખાન, અજય દેવગન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, ટાઇગર શ્રોફ અને વરુણ ધવન સહિત બોલીવુડના લગભગ બધા ટોપ સ્ટાર્સ આ લગ્નમાં હાજર રહ્યા. આમાંથી ઘણા તેમના સમગ્ર પરિવારો સાથે પહોંચ્યા હતા. સાઉથ સુપરસ્ટાર રજનીકાંત, રામ ચરણ અને મહેશ બાબુએ પણ આ લગ્નમાં હાજરી આપી. આ આયોજનમાં ઘણા ભારતીય ક્રિકેટરો પણ સામેલ થયા, જેમાં સચિન તેંડુલકર અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજોથી લઈને પૂર્વ મહાન કૃષ્ણા શ્રીકાંત અને વર્તમાન સિતારા જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સામેલ હતા.
= liveblogState.currentOffset ? 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow hidden' : 'uk-card uk-card-default uk-card-body uk-padding-small _box_shadow'">
Anant Radhika Wedding Reception Live: સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના એક્ઝિક્યુટિવ ચેરમેન અનંત-રાધિકાના આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી.
સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના એક્ઝિક્યુટિવ ચેરમેન લી જે યંગે પણ આશીર્વાદ સમારોહમાં હાજરી આપી હતી.