Anant Radhika Engagement Live: અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટની થઇ સગાઇ, જશ્નમાં ડુબ્યો મુકેશ અંબાણીનો પરિવાર
બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના દીકરા અનંત અંબાણીએ (Anant Ambani) આજે પોતાની લૉન્ગ ટર્મ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સગાઇ કરી લીધી છે.
અનંતના કાકા અને બિઝનેસમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીએ સગાઇ દરમિયાન પોતાની હાજરી આપી, આ દરમિયાન બન્ને પારંપરિક ડ્રેસમાં જ દેખાયા.
અનંત અને રાધિકાની સાગઇ સમારોહમાં બૉલીવુડમાં મોટાભાગના સ્ટાર્સ પહોંચી ચૂક્યા છે, અને કેટલાક આવી રહ્યા છે. તેમની તસવીરો પણ સામે આવી છે. એક્ટર મિજાન જાફરી અને કિરણ રાવે પણ હાજરી આપી છે.
ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટ સચીન તેંદુલકર અને તેની પત્ની અંજલી તેંદુલકર પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની સગાઇમાં પારંપરિક ડ્રેસ પહેરીને પહોંચ્યા છે.
સગાઇ ઇવેન્ટની તસવીરો સામે આવી છે, આ તસવીરોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણીની સાથે તેની દીકરી ઇશા અંબાણી અને જમાઇ આનંદ પીરામલ પણ દેખાઇ રહ્યાં છે. સાથે જ મોટા દીકરો આકાશ અંબાણી અને વહુ શ્લોકા પણ હંસતી કેમેરામાં કેદ થઇ છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટની સાથે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કપલ જલદી જ એક ગ્રાન્ડ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાશે. હાલમાં અંબાણી અને મર્ચન્ટ ફેમિલીમાં પ્રી વેડિંગ ફન્કશન શરૂ થઇ ચૂક્યા છે.
દેશના સૌથી મોટી બિઝનેસમેન મુકેશ અંબાણીના દીકરા અનંત અને રાધિાકની ગ્રાન્ડ સગાઇ સમારોહ કોઇ હૉટલમાં નહીં, પરંતુ તેમના ખુદના ઘરે એન્ટીલિયામાં થઇ, આ સગાઇની પ્રસંગે એન્ટીલિયાને ખાસ રીતે સજાવવામાં આવ્યુ છે.
અનંત અને રાધિકાની સગાઇ જુની પરંપરા ગોળ-ધાણા અને ચૂંદડી વિધિથી થઇ. આ પ્રસંગે મુકેશ અંબાણીનો આખો પરિવાર એકસાથે જોવા મળ્યો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી (Mueksh Ambani)ના નાના દીકરા અનંત અંબાણીની (Anant Ambani) સગાઇ રાધિક મર્ચન્ટ (Radhika Merchant) સાથે થઇ ગઇ છે. આ પ્રસંગે આખો પરિવાર એક ફ્રેમમાં જોવા મળ્યો
આ ઉપરાંત રાધિકા મર્ચન્ટનો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે નાચતી દેખાઇ રહી છે, આ વીડિયોમાં રાધિકા પોતાની મહેંદી સેરેમનીમાં આલિયા ભટ્ટના ગીત ઘર મોરે પરદેસિયા પર જબરદસ્ત ઠુમકા ડાન્સ લગાવતી દેખાઇ રહી છે.
અનંત અંબાણીએ ફેબ્રુઆરી, 2021 મા રિલાયન્સ ઓ2સી (Reliance O2C) ના ડાયરેક્ટર બનાવવામાં આવ્યા હતા, આ પહેલા અનંતને જિઓ પ્લેટફોર્મ્સ (Jio Platforms) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સના બૉર્ડમાં સામેલ કરવામાં આવ્યા હતા, અનંત અંબાણીએ પોતાનું શિક્ષણ બ્રાઉન યૂનિવર્સિટી (Brown University)માંથી પુરુ કર્યુ છે, અને હવે તે ગૃપના કારોબારને આગળ વધારવા પોતાની ખાસ ભૂમિકા નિભાવી રહ્યો છે.
10 એપ્રિલ, 1995એ જન્મેલા અનંત અંબાણી રિલાયન્સ ગૃપમાં મહત્વની જવાબદારી સંભાળી રહ્યા છે. પિતા મુકેશ અંબાણીએ અનંતને રિલાન્યસના ન્યૂ એનર્જી કારોબાર (Reliance New Energy Business)ની કમાન સોંપી છે, હાલમાં તે રિલાયન્સ 02C અને રિલાયન્સ ન્યૂ સૉલાર એનર્જી (Reliance New Solar Energy)ના ડાયરેક્ટર છે.
રાધિકા એક ટ્રેન્ડ ઈન્ડિયન ક્લાસિકલ ડાન્સર છે. આ જ વર્ષના જૂન મહિનામાં અંબાણી પરિવારે તેમની ભાવિ પુત્રવધૂ રાધિકા મર્ચન્ટ માટે આરંગેત્રમ સમારોહનું આયોજન કર્યું હતું. આ સમારોહમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સ ત્યાં પહોંચ્યા હતા. સમારંભમાં રાધિકા ક્લાસિકલ ડાન્સ કરતી હોવાના કેટલાક વીડિયો સામે આવ્યા હતા.
રાધિકા મર્ચન્ટ, વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટની દીકરી છે. દેશના ટોચના ઉદ્યોગપતિમાં વિરેનની ગણના થાય છે, તેઓ એનકોર હેલ્થકેરના CEO છે. રાધિકાએ તેનું સ્કૂલિંગ મુંબઈમાં કર્યું હતું. ત્યાર બાદ તે અભ્યાસ માટે ન્યૂયોર્ક ગઈ હતી. ત્યાં તેણે પોલિટિક્સ અને ઇકોનોમિક્સનો અભ્યાસ કર્યો હતો. ગ્રેજ્યુએશન પછી 2017માં તેણે ઈસપ્રાવા ટીમના એક એક્ઝિક્યુટિવ તરીકે જોડાઈ હતી. તેને રીડિંગ, ટ્રેકિંગ અને સ્વિમિંગ ગમે છે. રાધિકા દેખાવમાં ખૂબ જ સુંદર છે.
આ પહેલા રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં અનંત અને રાધિકાની રોકા સેરેમની થઇ હતી, ત્યાં મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિક મર્ચન્ટ જોવા મળ્યા હતા. રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં ગઇ 29 ડિસેમ્બર, 2022 એ અનંત અને રાધિકાની રોકા સેરેમની થઇ હતી.
બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના દીકરા અનંત અંબાણીએ (Anant Ambani) આજે પોતાની લૉન્ગ ટર્મ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સગાઇ કરી લીધી છે.
બ્રેકગ્રાઉન્ડ
Anant Ambani Radhika Merchant Engagement Live: બિઝનેસમેન અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી (Mukesh Ambani)ના નાના દીકરા અનંત અંબાણીએ (Anant Ambani) આજે પોતાની લૉન્ગ ટર્મ ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) સગાઇ કરી લીધી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -