Anant Radhika Engagement: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી (Mueksh Ambani)ના નાના દીકરા અનંત અંબાણીની (Anant Ambani) સગાઇ રાધિક મર્ચન્ટ (Radhika Merchant) સાથે થઇ ગઇ છે. અનંત અને રાધિકાના સમારોહ મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત એન્ટીલિયામાં થયો.
અનંત અને રાધિકાના સગાઇની પ્રસંગે એન્ટીલિયાને સજાવવામાં આવ્યુ છે. અનંત અને રાધિકાની સગાઇ જુની પરંપરા ગોળ-ધાણા અને ચૂંદડી વિધિથી થઇ. આ પ્રસંગે મુકેશ અંબાણીનો આખો પરિવાર એકસાથે જોવા મળ્યો.
ખરેખરમાં, મુકેશ અંબાણી અને નીતા અંબાણીના દીકરા અનંત અંબાણીની રાધિકા મર્ચન્ટની સાથે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. કપલ જલદી જ એક ગ્રાન્ડ સેરેમનીમાં લગ્નના બંધનમાં બંધાશે. હાલમાં અંબાણી અને મર્ચન્ટ ફેમિલીમાં પ્રી વેડિંગ ફન્કશન શરૂ થઇ ચૂક્યા છે.
સગાઇનો કાર્યક્રમ મુકેશ અંબાણીના મુંબઇ સ્થિત ઘ પર સંપન્ન થયો. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના નાથદ્વારાના શ્રીનાથજી મંદિરમાં ગઇ 29 ડિસેમ્બર, 2022 એ અનંત અને રાધિકાની રોકા સેરેમની થઇ હતી.
રાધિકાની સાથે સાથે ઇશા અંબાણીનો લૂક પણ ખુબ વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે પણ લાઇટ પિન્ક કલરનો ઇન્ડિયન આઉટફિટ કેરી કરેલી દેખાઇ રહી છે. ખાસ વાત છે કે, રાધિકા મર્ચન્ટ અંબાણી પરિવારની નાની વહુરાણી બનવા જઇ રહી છે. રાધિકા મર્ચન્ટની સગાઇ પહેલાથી જ અનંત અંબાણી સાથે થઇ ગઇ છે.