મુંબઇઃ ઇડીએ મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ વિરુદ્ધ કથિત ભ્રષ્ટાચાર અને ખંડણી વસૂલવા મામલે ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં કહેવામાં આવ્યુ છે કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રીએ એક જનપ્રતિનિધિના રૂપમાં પોતાના પદનો દુરુપયોગ કર્યો છે. ચાર્જશીટ અનુસાર 16 વર્ષના સસ્પેન્શન બાદ સચિન વાજેને ફરીથી નોકરી પર રાખવામાં દેશમુખે મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
વાજેને ફક્ત આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર હોવાના કારણે મુંબઇ પોલીસના ક્રાઈમ ઈન્ટેલિજન્સ યુનિટનો વડો બનાવવામાં આવ્યો હતો. તેને અનેક સનસનીખેજ કેસની તપાસ સોંપવામાં આવી જેથી તે તેના મારફતે ખંડણી વસૂલી શકે. ઇડીની તપાસમાં એ પણ ખુલાસો થયો છે કે દેશમુખ વિવિધ મામલાની બ્રિફિંગ આપવા અને આગળના નિર્દેશ આપવા નિયમિત રીતે વાજેને ફોન કરતા હતા.
ઇડીની તપાસમાં ખુલાસો થયો છે કે દેશમુખે સચિન વાજેને આખા મુંબઇમાંથી 1750 બાર અને રેસ્ટોરન્ટ પાસેથી પૈસા વસૂલવાના નિર્દેશ આપ્યા હતા.દેશમુખના નિર્દેસ બાદ વાજે બાર માલિકોને પરેશાન કરતો હતો અને કોરોના કાળમાં બાર માલિકોને ત્રણ-ત્રણ લાખ રૂપિયા આપવાનું દબાણ કરી રહ્યો હતો. વાજેએ ડિસેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 સુધી ઓર્કેસ્ટ્રા બાર માલિકો પાસેથી 4.70 કરોડ રૂપિયા વસૂલ્યા હતા.
દેશમુખના અંગત સચિવ કુંદન શિંદે ખૂબ જૂના અને વિશ્વાસુ વ્યક્તિ હતા. જેમણે દેશમુખ તરફથી સચિન વાજેને 4.70 કરોડ રોકડા એકઠા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. વાજેએ ઇડીને આપેલા નિવેદનમાં સ્વીકાર કર્યો હતો કે તેમણે દેશમુખના નિર્દેશ પર શિંદેને રોકડ રૂપિયા આપ્યા હતા.
તે સિવાય સૂર્યકાંત નામના આરોપીએ દેશમુખના અંગત સચિવના રૂપમાં કામ કરતો હતો. તેણે અનિલ દેશમુખના નિર્દેશ પર પોલીસ અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ, ઓર્કેસ્ટ્રા બાર પાસેથી વસૂલીમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.
આ પણ વાંચોઃ-
ભારતીય રેલ્વેની આ કંપનીમાં નોકરીની તક, અરજીની પ્રક્રિયા શરૂ, જાણો કેવી રીતે થશે સિલેક્શન
પરફેક્ટ ફિગર, લૂક્સ પણ શાનદાર છે.......Disha Pataniએ બિકીની લૂકમાં ફેન્સને કર્યા દિવાના, જુઓ એક ઝલક
અજમાવો આ ટ્રિક્સ, તમારી Instagram પૉસ્ટ ઘડીકમાં થઇ જશે ટ્રેન્ડ.........