મુંબઇઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ (Anil Deshmukh) રાજીનામુ (resignation) ધરી દીધુ છે. દેશમુખ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને (Maharashtra CM) પોતાના રાજીનામા પત્રને સોંપવા ગયા છે. અનિલ દેશમુખ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના કોટામાંથી ગૃહમંત્રી બન્યા હતા. અનિલ દેશમુખે રાજ્યપાલની જગ્યાએ મુખ્યમંત્રીને પોતાનુ રાજીનામુ આપશે. 


ઉલ્લેખનીય છે કે આજ જ બૉમ્બે હાઇકોર્ટે (Bombay highcourt) સીબીઆઇ તપાસના (CBI Investigation) આદેશ આપ્યા છે. આ ફેંસલો કોર્ટે મુંબઇ પોલીસના પૂર્વ કમિશનર પરમબીર સિંહની (Param Bir) જનહિત અરજી પર આપ્યો છે. પરમબીર સિંહે અનિલ દેશમુખ પર વસૂલી માટે ટાર્ગેટ આપવાનો આરોપ લગાવ્યો હતો, અને આ સંબંધમાં સીબીઆઇ તપાસની માંગ કરી હતી. 


પરમબીર સિંહના (Param Bir Letter Investigation) આરોપો બાદ અનિલ દેશમુખના રાજીનામાની માંગ ઉઠી રહી હતી. હવે હાઇકોર્ટના આ ફેંસલા બાદ તેમને રાજીનામુ ધરી દીધુ છે. મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીસરકાર નવી મુસીબતમાં મુકાઈ શકે છે. પરમબીર સિંહના આરોપો બાદ અનિલ દેશમુખના રાજીનામાની માંગ ઉઠી હતી. હવે હાઈકોર્ટના ફેંસલા બાદ તેમણે રાજીનામું આપ્યું છે.


એન્ટીલિયા કેસ અને સચિન વાઝે મામલામાં સરકારની અપેક્ષાના અનુરૂપ ના રહ્યા બાદ પરમબીર સિંહને 17 માર્ચે મુંબઇ પોલીસ કમિશનર પદેથી હટાવી દેવામાં આવ્યા હતા. પદથી હટાવાયા બાદ પરમબીર સિંહે 20 માર્ચે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી અને મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેને ચિઠ્ઠી લખી હતી.   


આ ચિઠ્ઠીમાં તેને કહ્યું હતુ કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પોલીસ અધિકારી સચિવ વાઝેને બાર અને રેસ્ટૉન્ટમાંથી 100 કરોડ રૂપિયા ઉઘરાવીને એકઠા કરવાનુ કહ્યું હતુ.  


ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના આવાસ એન્ટિલિયાની પાસે 25 ફેબ્રુઆરીએ એક સંદિગ્ધ કાર મળી હતી, આમાં જિલેટીનની 20 પાઇપો મળી આવી હતી. આ મામલાની તપાસ શરૂઆતમાં મુંબઇ પોલીસ કરી રહી હતી. આ મામલાની એનઆઇએ કરી રહી છે. એનઆઇએએ 13 માર્ચે સચિન વાઝેની ધરપકડ કરી હતી.