નવી દિલ્હીઃ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII) ના સીઈઓ અદાર પૂનાવાલાએ શનિવારે કહ્યુ કે, ભારતમાં કોરોના વાયરસ (Corona virus) ની રસી કોવોવેક્સની ક્લિનિકલ ટ્રાયલ શરૂ થઈ ગઈ છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે આ રસીને સપ્ટેમ્બર 2021 સુધી ઉતારવામાં આવી શકે છે.
ઓગસ્ટ, 2020માં અમેરિકાની વેક્સિન કંપની નોવાવૈક્સ ઇંકે સીરમ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા(SII)ની સાથે લાઇસન્સ કરારની જાહેરાત કરી હતી. નોવાવૈક્સે આ કરાર પોતાની કોવિડ 19 વેક્સિન 'કેન્ડિડેટ' નોવાવૈક્સ-સીઓ2373 ના વિકાસ અને વાણિજ્યિકરણ માટે કર્યો છે. આ રસી ભારત અને નિચલા તથા મધ્ય આવક વર્ગના દેશોને ઉપલબ્ધ કરાવવામાં આવશે.
પૂનાવાલાએ ટ્વીટ કર્યુ, કોવોવૈક્સનું ભારતમાં પરીક્ષણ શરૂ થઈ ગયું છે. આ વેક્સિનનો વિકાસ નોવાવૈક્સ અને સીરમ ઇન્સ્ટિટ્યુટ દ્વારા ભાગીદારીમાં કરવામાં આવી રહ્યો છે. આ રસીનું આફ્રિકી અને બ્રિટનમાં કોવિડ-19ના પ્રકારની વિરુદ્ધ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તેની અસરકારકતા 89 ટકા છે. અમને આશા છે કે અમે આ રસીને સપ્ટેમ્બર 2021 સુધી રજૂ કરી શકીશું.