નવી દિલ્હી: પશ્ચિમ બંગાળ(West Bengal)ની ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime minister Narendra modi) બે દિવસ બાંગ્લાદેશ (Bangladesh)ના પ્રવાસે છે. શનિવારે વડાપ્રધાનનો બીજો દિવસ છે. બાંગ્લાદેશ(Bangladesh)માં વડાપ્રધાન મોદીએ ઓરકાંડીમાં મતુઆ સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રૃંગલા પણ હાજર હતા. ત્યારે હવે વડાપ્રધાન મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મુખ્યમંત્રી મમતા બેનર્જી(Mamata Banerjee)એ નારાજગી વ્યક્ત કરી છે. અને તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
પશ્ચિમ બંગાળ(West Bengal)માં મતુઆ સમુદાયનો લગભગ 30 થી 40 વિધાનસભા સીટો પર પ્રભાવ માનવામાં આવે છે. ત્યારે વિધાનસભા ચૂંટણી વચ્ચે વડાપ્રધાન મોદીના બાંગ્લાદેશ પ્રવાસ પર મમતા બેનર્જી અકળાયા છે અને તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ ખડગપુરમાં રેલીને સંબોધન કરતા કહ્યું કે - "અહીં ચૂંટણી ચાલી રહી છે અને તેઓ (વડાપ્રધાન) બાંગ્લાદેશ(Bangladesh) ગયા છે અને બંગાળ પર પ્રવચનો આપી રહ્યા છે. આ પૂરેપૂરું આચારસંહિતાનું ઉલ્લંઘન છે." મમતાએ વધુમાં કહ્યું- કેટલીકવાર તેઓ કહે છે કે મમતા લોકોને બાંગ્લાદેશ(Bangladesh)થી લાવ્યો છે અને ઘુસણખોરી કરાવી છે. પરંતુ તે પોતે વોટ માર્કેટિંગ કરવા માટે બાંગ્લાદેશ ગયા.
ઓરાકંડીમાં શું બોલ્યા પીએમ મોદી
વડાપ્રધાન મોદી(Prime minister Narendra modi)એ કહ્યું હતું કે, હું, ઘણા વર્ષોથી ઓરાકાંડી આવવાની રાહ જોઈ રહ્યો હતો અને જ્યારે હું 2015માં બાંગ્લાદેશ(Bangladesh) આપ્યો હતો ત્યારે મે ઓરાકાંડી જવાની અભિલાષા વ્યક્ત કરી હતી. હું આજે એવીજ લાગણી અનુભવી રહ્યો છું, જે ભારતમાં રહેતા મતુઆ સંપ્રદાયના મારા હજારો લાખો ભાઈ-બહેનો ઓરાકાંડી આવીને અનુભવે છે.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી(West Bengal Assembly Elections 2021) માં આઠ તબક્કમાં મતદાન થશે. અન્ય રાજ્યોની સાથે 2મેના રોજ પરિણામ જાહેર થશે. પશ્ચિમ બંગાળમાં 1 લાખ એક હજાર 916 મતદાન કેંદ્ર બનાવાશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની કુલ 294 બેઠક છે. 2016ની વિધાનસભાની ચૂંટણીમાં મમતા બેનર્જીએ જીત મેળવી હતી.