ત્યારે ઈફ્કોના વાઈસ પ્રેસિડેંટ દિલીપ સંઘાણીએ એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત કરતા સ્પષ્ટતા કરી કે ખેડૂતોના હિતમાં ભાવ વધારાની હાલ પૂરતી કોઈ જાહેરાત નથી કરાઈ જો કે ખાનગી કંપનીઓ ભાવ વધારાની જાહેરાત કરી ચૂકી છે.
ખાનગી કંપનીઓએ જે ભાવ વધાવો કર્યો છે એ અનુસાર DAP ખાતરની બોરીએ રૂપિયા 300નો, NPK 12, 32, 16ની પ્રતિ બોરીએ 225, NPK 10, 26, 26ની પ્રતિ બોરીએ 225 તો ASP ખાતરના પ્રતિ બોરીએ 175 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવ એક માર્ચથી અમલી બનશે.