નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે દિલ્હી વિધાનસભા દ્ધારા પસાર કરેલા આશરે 14 બિલો પાછા મોકલાવી દીધા છે. મંત્રાલયે તેનું કારણ બિલોની મંજૂરી આપતી વખતે આપની સરકાર દ્ધારા યોગ્ય પ્રક્રિયાનું પાલન ન કર્યું હોવાનું બતાવ્યું છે.
ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે, દિલ્હી એક કેંદ્રશાસિત રાજ્ય છે, વિધાનસભામાં કોઈ પણ બિલને પસાર કરતા પહેલા કેંદ્ર સરકાર પાસે મોકલવું પડે છે. કેંદ્ર સરકાર પાસેથી મંજૂરી મળ્યા પછી તેને વિધાનસભાની મંજૂરી માટે રજૂ કરી શકાય છે. વિધાનસભામાં બિલ પાસ થયા પછી તેને ઉપરાજ્યપાલની પાસે અને ફરીથી રાષ્ટ્રપતિની મંજૂરી માટે કેંદ્ર સરકારની પાસે મોકલવું પડે છે.
અધિકારીનું કહેવું છે કે, આ 14માંથી કોઈ પણ બિલ માટે દિલ્હી સરકારે કેંદ્ર સરકાર પાસેથી પૂર્વ મંજૂરી લીધી નથી અને વિધાનસભામાં સીધા જ બિલો પાસ કરાવી દીધા. તેમને વધુમાં કહ્યું છે કે, આપ સરકારે યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું નથી. એટલે તમામ 14 બિલોને ફરીથી સુધારવા માટે દિલ્હી સરકારની પાસે પાછા મોકલી દીધા છે.
પાછા મોકલાવેલ બિલોમાં જનલોકપાલ બિલ 2015, ન્યૂનતમ મજદૂરી (દિલ્હી સંશોધન) બિલ 2015, દિલ્હી સ્કુલ, દિલ્હી સ્કુલ શિક્ષા બિલ 2015, નિશુલ્ક અને અનિવાર્ય શિક્ષા બિલ 2015 અને શ્રમજીવી પત્રકારોથી સંબંધિત એક બિલનો સમાવેશ થાય છે.
એક મળેલા અહેવાલ પ્રમાણે, આપ સરકાર અને કેંદ્ર સરકારની વચ્ચે ટકરાવનો એક નવો દોર શરૂ થઈ શકે છે.