નવી દિલ્લી: આઈઆઈટી પછી નેશનલ ઈંસ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીએ વર્ષે 70,000ની ફીમાં વધારો કરીને 1.25 લાખ રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે.

જાણકાર સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર માનવ સંસાધન વિકાસ મંત્રાલયે એનઆઈટી પરિષદના આ પ્રસ્તાવને મંજૂરી આપી છે અને નવા શૈક્ષણિક સત્રથી નવી ફી અમલમાં મૂકવામાં આવશે. જે છાત્રોએ એડમિશન લઈ લીધુ છે તેમને આ ફી લાગુ નહિ પડે.

એક અલગ નિર્ણયમાં મંત્રાલયે ભારતીય વિજ્ઞાન અને અનુસંધાન સંસ્થાન(IISER)ની ફીમાં પણ 15,000 રૂપિયામાંથી દર સેમેસ્ટરમાં 25,000 રૂપિયા કરવામાં આવ્યા છે. માનવ સંસાધન વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

એક અધિકારીના જણાવ્યા મુજબ અંડર ગ્રેજ્યુએટ સાથે પોસ્ટ ગ્રેજ્યુએટ પાઠ્યક્રમો માટે એનઆઈટીની ફી વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.