નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે ડૉક્ટર રેડ્ડીઝ લેબે જાહેરાત કરી છે કે, એન્ટી-કોવિડ મેડિસિન, 2ડીજીનું કોમર્શિયલ લોન્ચ જૂન મહિનાના મધ્યમાંથી શરુ થવાની જાહેરાત છે. લેબના જણાવ્યા અનુસાર, ત્યા સુધી 2ડીજીની દવાની ઓરિજીનલ કિંમત પણ સામે આવી જશે અને દેશની મુખ્ય સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આ દવા મળવાની શરુઆત થઈ જશે. ઉલ્લેખનીય છે કે, આ દવા દિલ્હી એમ્સ હોસ્પિટલ અને ડીઆરડીઓની કોવિડ હોસ્પિટલમાં જ ઉપલબ્ધ છે.
એબીપી ન્યૂઝ અનુસાર, હૈદરાબાદ સ્થિત ડોક્ટર રેડ્ડીઝ લેબે જણાવ્યું કે, જૂનના મધ્યથી આ દવા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં મળવાનું શરૂ થઈ જશે. કંપનીના જણાવ્યા મુજબ દવાના દર પણ નક્કી કરવામાં આવી રહ્યા છે જેથી તે વધુને વધુ દર્દીઓ માટે સરળતાથી મળી રહે.
ઉલ્લેખનીય છે કે, 17 મે ના રોજ DRDOના વૈજ્ઞાનિક દ્વારા બનાવવામાં આવેલી 2-DG દવા લૉન્ચ કરવામાં આવી હતી. આ ખાસ પ્રસંગે સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યુ કે જે દર્દીઓ વધુ ગંભીર છે, તેમને આ દવા નહીં આપવામાં આવે, પરંતુ જેની અંદર કોરોનાનુ સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે, તેમને તે આ દવા આજથી આપવાની શરૂ કરી દેવામાં આવશે.
કોરોના મહામારી વચ્ચે ડીઆરડીઓએ 8 મેના રોજ એન્ટી કોવિડ દવા બનાવવાનો દાવો કર્યો હતો. ગ્લુકોઝ આધારિત આ દવાના ઉપયોગથી કોરોનાગ્રસ્ત દર્દીઓએ ઓક્સિજન પર વધારે આધાર રાખવો પડશે નહીં અને ઝડપથી સ્વસ્થ થઈ જશે. ડીઆરડીઓએ એન્ટી કોવિડ દવા '2-ડિઓક્સી-ડી-ગ્લુકોઝ' (2 ડીજી) ડૉ. રેડ્ડી લેબ સાથે મળીને તૈયાર કરી છે અને ક્લિનિકલ ટ્રાયલ બાદ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ દવાને ઈમરજન્સી ઉપયોગ માટે લીલી ઝંડી આપી દીધી છે.
DRDOના અધિકારીએ જણાવ્યુ કે આ દવા દર્દીઓને જલ્દી રિક્વરી માટે મદદ કરશે, અને તેની ઓક્સિજન પરની નિર્ભરતાને પણ ખુબ ઓછી કરી દે છે. દવા નિર્માતા ભવિષ્યમાં આના ઉપયોગ માટે દવાના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવા પર કામ કરી રહ્યાં છીએ. દવા ડૉક્ટર અનંત નારાયણ ભટ્ટની સાથે વૈજ્ઞાનિકોની એક ટીમને બનાવી છે.