નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી પડોશી દેશો સાથે ચાલી રહેલા સરહદ વિવાદ અને સીઝ ફાયર ઉલ્લંઘન વચ્ચે દેશની સુરક્ષા એજન્સી પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સુરક્ષાને લઈન ખૂબ જ સર્તક છે. હવે પ્રધાનમંત્રી મોદીના આવાસ અને કાફલાની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે સુરક્ષા એજન્સી ડ્રોનની મદદ લેવા જઈ રહ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે એન્ટ્રી ડ્રોન સિસ્ટમના માધ્યમથી પ્રધાનમંત્રી મોદીની સુરક્ષા કરવામાં આવશે.


પ્રધાનમંત્રી મોદીના આવાસ અને કાફલાની સુરક્ષા માટે હવે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. જે એન્ટ્રી ડ્રોન સિસ્ટમથી સજ્જ હશે. એન્ટ્રી ડ્રોન સિસ્ટમના માધ્યમથી ડ્રોન નિર્માણની જવાબદારી રક્ષા અનુસાંધાન અને વિકાસ સંગઠન (DRDO) ભારત ઈલેક્ટ્રોનિક્સને આપી છે.

આ કીલર ડ્રોન વડા પ્રધાનના નિવાસસ્થાને તેમજ તેમના કાફલા પર સતત સાથે રહેશે. એટલે ડ્રોન દ્વારા પણ કોઇ હુમલો થઇ નહીં શકે.
હાલ પાકિસ્તાની આતંકવાદી સંસ્થાઓ ચીનના કમર્શિયલ ડ્રોન દ્વારા ભારતમાં શસ્ત્રો ઘુસાડી રહ્યાં હતા. એક કરતાં વધુ વખત આ રીતે ડ્રોન દ્વારા ફેંકવામાં આવેલાં શસ્ત્રો ભારતીય સિક્યોરિટી દળોએ કબજે કર્યાં હતાં.