જયપુરઃ દેશમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં કોરોનાના કેસ વધતાં કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યું છે. આ દરમિયાન માત્ર જરૂરિયાતની વસ્તુઓ જ મળશે. આ ઉપરાંત વર્ષના અંત સુધી સ્કૂલ, કોલેજ, સિનેમા બંધ રહેશે.


આ ઉપરાંત નાગૌર, પાલી, ટોંક, સીકર અને ગંગાનગરમાં નાઇટ કર્ફ્યુ નાંખવામાં આવ્યો છે. તેની પહેલા કોટા, જયપુર, જોધપુર, બીકાનેર, ઉદયપુર, અજમેર, અલવ તથા ભીલવાડામાં નાઇટ કર્ફ્યુ પહેલાથી જ લગાવવામાં આવ્યો હતો. આ તમામ 13 જિલ્લાના હેડક્વાર્ટર ટાઉનમાં રાત્રે 8 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે.



રાજ્યમાં કોવિડ પોઝિટિવ આવેલા વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ લોકોનું લિસ્ટ બનાવીને ક્વોરન્ટાઇન કરાશે. પોઝિટિવ દર્દી ઘર પર જ રહે તે માટે પોલીસ સમયાંતરે ઘરની તપાસ પણ કરશે. આ માટે પેશન્ટના મોબાઇલ ફોનમાં RajCovidInfo એપ પણ ડાઉનલોડ કરાવાશે.

ગત સપ્તાહે રાજસ્થાન સરકારે રાજ્યના તમામ જિલ્લામાં કલમ 144 લાગુ કરી હતી. આ ઉપરાંત માસ્ક ન પહેરવાનો દંડ 200થી વધારીને 500 રૂપિયા કરી દીધો હતો.

નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉન લાદવા માટે શુક્રવારે સર્વપક્ષીય બેઠક બોલાવી  ? જાણો મહત્વના સમાચાર

પાલનપુરઃ પૂજારીની પત્નિને યુવક સાથે બંધાયા સંબંધ, ઘરમાં જ પ્રેમી સાથે કરી રહી હતી કામક્રિડા ને પૂજારી આવી ગયા, જાણો પછી શું થયું ?