Andhra Pradesh Rains: આંધ્રપ્રદેશમાં શુક્રવારે રાયલસીમાના ત્રણ જિલ્લાઓમાં એક દક્ષિણી તટીય જિલ્લામાં 20 સેન્ટીમીટર સુધી ભારે વરસાદ પડવાથી ભયંકર તબાહી મચી ગઇ છે, અને વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. ભારે વરસાદ અને પુરના કારણે આઠ લોકોના મોત અને 12 લોકો લાપતા થયા હોવાના સમાચાર છે. મોતની ઘટના અલગ અલગ જિલ્લાઓમાં અને કડપ્પા જિલ્લામાં 12 લોકો લાપતા થયા છે, વાયુસેના એસડીઆરએફ અને ફાયરબ્રિગેડના કર્મચારીઓએ આકસ્મિક પુરમાં ફંસાયેલા લોકોને બચાવ્યા છે. 


પીએમ મોદીએ સીએમ જગનમોહન રેડ્ડી સાથે કરી વાત- 
વડાપ્રધાન નરેન્દ્રો મોદીએ મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડી સાથે ફોન પર વાત કરી છે અને સ્થિતિ વિશે જાણકારી મેળવી છે, અને રાજ્યને તમામ પ્રકારની મદદ પહોંચાડવાનો વાયદો કર્યો છે. મુખ્યમંત્રી કાર્યાલયની એક જાહેરાતમાં બતાવવામાં આવ્યુ કે મુખ્યમંત્રી આજે પુર પ્રભાવિત વિસ્તારોમાં હવાઇ સર્વેક્ષણ કરશે. 


બે કાંઠે ઉભરાતી નદીઓ અને નહેરોથી કેટલાય જિલ્લામાં પુર આવી ગયુ છે. કેટલાક સ્થાનો પર રસ્તાઓ તુટી ગયા છે, અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. શુક્રવારે રેનિગુંટામાં તિરુપતિ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ખોલવામાં આવ્યુ, પરંતુ તિરુમલા પહાડીયો તરફ જનારી બે ઘાટ રસ્તાંઓ બંધ રહ્યાં. અલીપીરીથી તિરુમલા જવાવાળી સીડીદાર રસ્તાંઓને ભૂસ્ખલન અને પુરથી મોટુ નુકસાન પહોંચ્યુ છે, અને તેને બંધ કરી દેવામાં આવ્યા છે. 


આકસ્મિક પુર આવવાથી કમ સે કમ પાંચ લોકોના મોત-
મુખ્યમંત્રીએ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમના અધિકારીઓ સાથે પહાડી પર ફંસાયેલા તીર્થયાત્રીઓ માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરવાનુ કહ્યું છે. કડપ્પા જિલ્લાના રાજમપેટામાં ચેય્યેરુ નહરમાં આકસ્મિક પુર આવવાથી કમ સે કમ પાંચ લોકોની જીવ ગયા છે, અને 12 લોકો હજુ પણ લાપતા છે. જિલ્લાધિકારી વિજય રામા રાજૂએ બતાવ્યુ કે જિલ્લામાં કુલ આઠ લોકોના મોત થયા છે. વડાપ્રધાન નરેન્દ્રો મોદીએ મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડ્ડી સાથે ફોન પર વાત કરી છે