Earthquake in Jalore: રાજસ્થાનના ઝાલૌરમાં ભૂકંપના (Earthquake) આચંકા અનુભવાયા છે. રાત્રે 2.26 કલાકે ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.6 હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ઝાલૌર હતું. ભૂકંપના આચંકાના કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ પહેલા ગુરુવારે રાજસ્થાનના જોધપુરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપ સવારે 3.20 કલાકે આવ્યો હતો. જિલ્લાના આબુરોડ, સ્વરૂપગંજ, પિંડવાડા સહિત અનેક વિસ્તારમાં ભૂકંપના આંચરાનો અનુભવ થયો હતો.
ભૂકંપ આવવાનું કારણ શું છે?
ધરતીની અંદર પ્લેટોની અથડામણ ભૂકંપનું મુખ્ય કારણ છે. પૃથ્વીની અંદર સાત પ્લેટ છે જે સતત ફરતી રહે છે. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યાએ અથડાય છે, ત્યારે ત્યાં ફોલ્ટ લાઇન ઝોન રચાય છે અને સપાટીના ખૂણાઓ વળી જાય છે. સપાટીના ખૂણાઓ વળવાને કારણે, ત્યાં દબાણ વધે છે અને પ્લેટો તૂટવાનું શરૂ કરે છે. આ પ્લેટો તૂટવાથી અંદરની ઉર્જા બહાર નીકળવાનો રસ્તો શોધી લે છે, જેના કારણે ધરતી ધ્રુજે છે અને આપણે તેને ભૂકંપ માનીએ છીએ.