How to Apply for Passport:  વિદેશ જવા માટે પાસપોર્ટની જરુર પડે છે. પાસપોર્ટ ખૂબ જ મહત્વનો દસ્તાવેજ હોય છે. વિદેશ પ્રવાસ માટે તમારી પાસે પાસપોર્ટ હોવો ખૂબ જરૂરી બની જાય છે. આ દસ્તાવેજ તમારી નાગરિકતા સાબિત કરે છે. અગાઉ પાસપોર્ટ બનાવવા માટે પાસપોર્ટ ઓફિસના  ધક્કા ખાવા પડતા હતા. જેમાં ઘણો સમય લાગતો, પરંતુ હવે આ પ્રક્રિયા ખૂબ જ સરળ બની ગઈ છે. જો તમે ઈચ્છો તો હવે તમે ઘરે બેઠા પાસપોર્ટ માટે અરજી કરી શકો છો. 

Continues below advertisement

એમ પાસપોર્ટ સેવા એપ

સરકારે M Passport Seva App લોન્ચ કરી છે. જેના દ્વારા એપ્લિકેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. આ માટે તમારે જણાવવામાં આવેલો ચાર્જ ચૂકવવો પડશે. તમે ફક્ત તમારા ફોન પર એપ્લિકેશન ડાઉનલોડ કરીને અરજી કરી શકો છો. આ માટે તમારે વારંવાર પાસપોર્ટ ઓફિસ જવાની જરૂર નથી. પરંતુ એકવાર તમારે વેરિફિકેશન માટે જવું પડશે.

Continues below advertisement

આ રીતે પાસપોર્ટ માટે કરો ઓનલાઇન એપ્લાઇ

  • ઓનલાઇન પાસપોર્ટ માટે એપ્લાઇ કરવા પાસપોર્ટ સેવાની ઓફિશિયલ વેલસાઇટhttps://www.passportindia.gov.in/ પર જાવ. અહીંયા સૌથી પહેલા રજિસ્ટ્રેશન કરાવો.
  • જે બાદ તમારું નામ, નજીકની પાસપોર્ટ ઓફિસ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, જન્મ તારીખ તથા લોગઈન આઈડી જેવી જાણકારી આપો.
  • આ પછી પાસપોર્ટ સેવા ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી Continue  ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી Apply for Fresh Passport/Reissue of Passport ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી Click Here To Fill ઓપ્શન પર ક્લિક કરો
  • આ પછી Next Page પર ક્લિક કરો અને તમામ જાણકારી યોગ્ય રીતે ભરો.
  • આ પછી Submit ઓપ્શન પર ક્લિક કરો
  • આ પછી View Saved/Submitted Applications પર જાવ.
  • આ પછી ઓનલાઈન પેમેન્ટ ઓપ્શન પર ક્લિક કરો.
  • આ પછી તમારી નજીકની પાસપોર્ટ ઓફિસની એપોઈન્ટમેન્ટ બુક કરો.
  • આ પછી Pay and Book Appointment ને પસંદ કરો અને એપ્લીકેશન ફોર્મની રિસિપ્ટ પ્રિન્ટ કરો.
  • આ પછી અપોઈન્ટમેન્ટ વાળા દિવસે પાસપોર્ટ ઓફિસ પર પહોંચો. જ્યાં તમારા તમામ ડોક્યુમેંટનું વેરિફિકેશન કરવામાં આવશે.
  • જે બાદ પોલીસ વેરિફિકેશન થશે.
  • આ પછી પાસપોર્ટ Speed Postથી ઘરે આવશે. 

મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોની પ્રથમ પસંદ બન્યું, પ્રથમવાર 26 હજાર કરોડને પાર SIP રોકાણ