Supreme Court Order On Stray Dogs:દિલ્હી-એનસીઆરના ઘણા રસ્તાઓ પર તમે ઘણા રખડતા કૂતરાઓને ફરતા જોયા હશે. ઘણી વખત આ રખડતા કૂતરાઓએ અચાનક રાહદારીઓ પર હુમલો કર્યો છે. ઘણી વખત સોસાયટીઓમાં રહેતા લોકો પણ આ કૂતરાઓનો શિકાર બન્યા છે. હવે આને ધ્યાનમાં રાખીને, સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી-એનસીઆર વિસ્તારોમાંથી બધા રખડતા કૂતરાઓને આશ્રય ગૃહોમાં રાખવાના નિર્દેશ આપ્યા છે.

હવે આ બધા કૂતરાઓને શેરીઓમાંથી ઉપાડીને આશ્રય ગૃહોમાં સ્થાન આપવામાં આવશે. ઘણી વખત એવું જોવા મળ્યું છે કે, જ્યારે વહીવટીતંત્ર આ રખડતા કૂતરાઓને લેવા આવે છે. ત્યારે ઘણા ડોગ લવર  અધિકારીઓને રોકે છે. જો તમે પણ ડોગ લવર છો અને વહીવટને તેનું કામ કરતા અટકાવો છો. તો તમારી સામે કાર્યવાહી થઈ શકે છે.

જો કૂતરાઓને પકડતા અટકાવવશો તો કાર્યવાહી કરવામાં આવશે

સોમવારે જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ આર મહાદેવને નિર્દેશ આપ્યો હતો કે દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓને પકડીને આશ્રય ગૃહોમાં રાખવામાં આવે. આ નિયમ તમામ વિસ્તારોમાં લાગુ પડશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે આ મામલે ઘણી ગંભીરતા દાખવી છે. કોર્ટે ચેતવણી પણ આપી છે કે જો કોઈ વ્યક્તિ  આ પ્રક્રિયામાં દખલ કરશે તો તેમની સામે કાર્યવાહી થઇ શકે છે. તો તેની સામે કોર્ટના તિરસ્કારનો કેસ નોંધવામાં આવશે. કેસની સુનાવણી દરમિયાન, જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે, આ પગલું અમારી સલામતી માટે નહીં પરંતુ સામાન્ય લોકોની સલામતી માટે છે. આ સાથે, કોર્ટે એમ પણ કહ્યું કે, કૂતરાના હુમલા અથવા કરડવાની ફરિયાદો નોંધવા માટે એક હેલ્પલાઇન શરૂ કરવી જોઈએ.

આ સજા હોઈ શકે છે

કોર્ટના તિરસ્કાર માટે કડક સજા થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ કે સંગઠન સુપ્રીમ કોર્ટના આદેશ વિરુદ્ધ જઈને કૂતરા પકડવાની કાર્યવાહીમાં અવરોધ ઉભો કરે છે, તો તેને કોર્ટના આદેશના  તિરસ્કારનો દોષી ગણવામાં આવશે. જો તિરસ્કાર સાબિત થાય છે, તો વધુમાં વધુ 6 મહિનાની જેલ અને દંડ થઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, ફક્ત દંડ અથવા ફક્ત જેલની સજા થઈ શકે છે. આ નિર્ણય કોર્ટ પર આધાર રાખશે કે કેસ કેટલો ગંભીર છે. કોર્ટ માને છે કે આદેશનું પાલન ન કરવું એ કાયદાનું સીધું ઉલ્લંઘન છે, અને આ માટે કોઈપણ વ્યક્તિને કડક સજા થઈ શકે છે.