અર્જૂનરામ મેઘવાલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં મંત્રી અર્જૂનરામ મેઘવાલ બિકાનેરમાં ભાભીજી નામના પાપડનો પ્રચાર કરતા દેખાઇ રહ્યાં છે, અને દાવો કરી રહ્યા છે કે આ પાપડ કોરોના વાયરસના સંક્રમણથી બચાવમાં કારગર સાબિત થશે. સાથે એમ પણ કહી રહ્યાં છે આ પાપાડ એન્ટીબૉડીનુ કામ પણ કરશે.
ખરેખર, આ પાપડ બિકાનેરના ગંગાશહેરના એક પાપડ નિર્માતાએ બનાવ્યા છે. વીડિયોમાં મંત્રી પાપડનો પ્રચાર કરતા એ દાવો કરી રહ્યાં છે કે આ એવી સામગ્રી છે જે કોરોના સામે લડવામાં મદદરૂપ સાબિત થશે. વીડિયોમાં મંત્રી આત્મનિર્ભર ભારત અભિયાનની પણ ચર્ચા કરતા દેખાઇ રહ્યાં છે, અને આ પ્રયાસ માટે પાપડ નિર્માતાને અભિનંદન પણ આપી રહ્યાં છે.
આ વીડિયો અંગે મંત્રી સાથે વાતચીત કરતા તેમને કહ્યું કે, પાપડ નિર્માતાએ તેમને જણાવ્યુ હતુ કે, આમા તે તમામ મસાલા અને વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કોરોના સામે બચાવ કરવામાં વપરાય છે, અને આયુષ મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે છે. જોકે, આ વીડિયો વાયરલ થતા જ મંત્રી સોશ્યલ મીડિયા પર જબરદસ્ત રીતે ટ્રૉલ પણ થઇ રહ્યાં છે.