દેશભરમાં ત્રણેય સેનાએ કોરોના વોરિયર્સનું કર્યું સન્માન, હોસ્પિટલો ઉપર હેલિકોપ્ટર્સથી કર્યો ફૂલોનો વરસાદ
કોરોના વોરિયર્સને તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 03 May 2020 01:20 PM

બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ દેશભરમાં ત્રણેય સેનાઓ કોરોના વોરિયર્સનું સન્માન કરી રહી છે. હોસ્પિટલોની ઉપર હેલિકોપ્ટર્સની મદદથી ફૂલ વરસાવામાં આવી રહ્યા છે. કોરોના વોરિયર્સને સન્માન આપવા માટે મુંબઇ અને દિલ્હી ઉપર સુખોઇ...More
નવી દિલ્હીઃ દેશભરમાં ત્રણેય સેનાઓ કોરોના વોરિયર્સનું સન્માન કરી રહી છે. હોસ્પિટલોની ઉપર હેલિકોપ્ટર્સની મદદથી ફૂલ વરસાવામાં આવી રહ્યા છે. કોરોના વોરિયર્સને સન્માન આપવા માટે મુંબઇ અને દિલ્હી ઉપર સુખોઇ ફાઇટર જેટ ઉડ્યા હતા તો લેહમાં ચિનૂક હેલિકોપ્ટરોએ ફૂલ વરસાવ્યા હતા. દિલ્હીમાં સપર હરક્યૂલિસે કોરોના વોરિયર્સને સલામી આપી હતી. આજે ત્રણેય સેનાઓએ કોરોના વોરિયર્સને સલામી આપી હતી. કોરોના વોરિયર્સને તેમની સેવાઓ બદલ આભાર વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને કહ્યુ કે, ગઇકાલે આપણે 10 લાખ ટેસ્ટના આંકડાને પાર કર્યો છે. એક દિવસમાં લગભગ 74000 ટેસ્ટ કર્યા છે. દેશમાં 319 જિલ્લા એવા છે કોરોનાથી પ્રભાવિત નથી. 130 જિલ્લા હોટસ્પોટ છે. 284 જિલ્લાઓ નોન-હોટસ્પોર્ટ છે. અમે હાઇડ્રોક્સીક્લોરોક્વીન, પેરાસિટામોલ જેવી દવાઓ દુનિયાના 99 દેશમાં સપ્લાય કરી છે.