શ્રીનગરમાં સેના પ્રમુખે જવાનો સાથે વાતચીત કરી, સાથે તેમના મનોબળ અને પ્રેરણા માટે તેમની પ્રસંશા પણ કરી. જ્યારે પાકિસ્તાન ભારતમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યું છે. તેને લઈને પણ સેના પ્રમુખે સુરક્ષાના પડકારને પહોંચી વળવાની વાત કરી. આ સિવાય બિપિન રાવત કાશ્મીર ઘાટીની સ્થિતને પહોંચી વળવા માટે સુરક્ષાદળોની તૈયારીઓની સમીક્ષા પણ કરશે.
નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા હતા. જમ્મુ કાશ્મીરના બે ભાગલા કરી તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા છે. તે સિવાય સરકારે જમ્મુ કાશ્મીર અને લદાખના વિકાસની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યપાલ સત્યપાલ મલિકે જાહેરાત કરી હતી કે આગામી બે કે ત્રણ દિવસમાં જમ્મુ કાશ્મીર અને લદાખમાં 50 હજાર સરકારી નોકરીઓની ભરતી કરવામાં આવશે.