બિપિન રાવતે કહ્યું કે હવે નવા સેના પ્રમુખ કાર્યવાહી કરશે, ખાસ વાત છે કે, બિપિન રાવતને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ પણ આપવામાં આવ્યુ છે, તે કાલથી પદભાર સંભાળશે.
બિપિન રાવતે કહ્યું કે હું ભારતીય સેના અને બધા અધિકારીઓને અભિનંદન પાઠવુ છુ, તેમના સહયોગના કારણે હુ સફળતાપૂર્વક કાર્યકાળ પુરો કરી શક્યો. હું તેમના પરિવારજનોને, વીર નારીઓ અને માતાઓને નવા વર્ષનુ ખુબ ખુબ શુભેચ્છાઓ પાછવુ છુ.
નોંધનીય છે કે, 65 વર્ષની ઉંમરમાં હવે બિપિન રાવત દેશના ચીફ ઓફ ડિફેન્સનુ પદભાર સંભળાશે. સરકારે શનિવારે જ સીડીએસ પદ માટે આર્મી રુલ્સમાં ફેરફાર કરતા બિપિન રાવતને નવા સીડીએસ બનાવ્યા હતા. હવે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને ત્રણે સેનાઓના પ્રમુખોની બરાબર સેલરી પણ આપવામાં આવશે.