નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદા પર થઇ રહેલો વિવાદ હજુ શમવાનુ નામ નથી લઇ રહ્યો, હજુ પણ રાજકીય લડાઇ ચાલુ જ છે. હવે આ લડાઇ ‘ભગવા’ રંગ પર આવી ગઇ છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ‘ભગવા’ રંગના બહાને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યુ હતુ. જેના પર સીએમ યોગીએ પ્રિયંકાને જવાબ આપ્યો હતો. હવે આ બધાની વચ્ચે અડધી રાત્રે એક વાગે પ્રિયંકા ગાંધીએ શક્તિની સાધનાનો એક મંત્ર ટ્વીટ કર્યો છે.


પ્રિયંકા ગાંધીનું ટ્વીટ કર્યુ- ‘’ॐ એં હ્રીં ક્લિં ચામુંડાયૈ વિચ્ચૈ’’


આ મંત્રી શક્તિ દુર્ગાની ઉપાસનાનો છે. માં શક્તિને પ્રસન્ન કરવા અને તેની ઉપાસના કરવા માટે આ મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રિયંકા ગાંધીનુ આ ટ્વીટ યુપીમાં તેમની સુરક્ષાને લઇને આવ્યુ છે. પ્રિયંકા બોલી કે સીએમ યોગીએ કહ્યું હતુ કે, તે બદલો લેશે અને હવે તે બદલાની ભાવનાથી કામ કરી રહ્યાં છે, રાજ્યમાં પોલીસ આ કામ કરી રહી છે. યોગીએ ભગવો ધારણ કર્યો છે, ભગવામાં આવુ કામ કરવુ યોગ્ય નથી. બાદમાં ‘ભગવા’ને લઇને પ્રિયંકા ગાંધી પર રાજકીય યુદ્ધ શરૂ થઇ ગયુ હતુ.

હવે ભગવા પર ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે રાજકારણ શરૂ થઇ ગયુ છે.