કચ્છમાં આર્મી જવાનનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટીવ , જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Jun 2020 12:11 PM (IST)
કચ્છમાં અત્યાર સુધીમાં કુલ 114 કોરોનાના કેસ નોંધાયા છે.
કચ્છઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, કચ્છમાં કોરોનાનો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો છે. કચ્છમાં આર્મીના જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આરટીઓ રિલોકેશન સાઈટ વિસ્તારમાં આવેલા આર્મી કેમ્પના જવાનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. આ સાથે કચ્છમાં અત્યાર સુધીમાં કુલ 114 કોરોનાના કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઇને વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 539 નવા કેસ નોંધાયા છે, જ્યારે વધુ 20 દર્દીઓનાં મોત થયા છે અને 535 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે. રાજ્યમાં કુલ સંક્રમતિ દર્દીઓની સંખ્યા 26,737 પર પહોંચી ગઇ છે. જ્યારે મૃત્યુઆંક 1639 પર પહોંચ્યો છે. અત્યારસુધીમાં 18702 દર્દી સાજા થયા છે.