નવી દિલ્હીઃ દિલ્હી હાઇકોર્ટે એક ઐતિહાસિક આદેશ આપ્યો છે, હવેથી દિલ્હી હાઇકોર્ટમાં વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થનારી સુનાવણી સામાન્ય લોકો લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા જોઇ શકાશે. દિલ્હી હાઇકોર્ટ આ માટેનો એક સર્ક્યૂલર જાહેર કર્યો છે.
આ સર્ક્યૂલરમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ છે કે હાલના સમયમાં કોર્ટની સુનાવણી વીડિયો કૉન્ફરન્સિંગથી થઇ રહી છે, અને આવામાં એવા કેસો, જેની સુનાવણી બંધ રૂમમાં નથી થઇ રહી, અને જેમાં સામાન્ય લોકો હાજર રહી શકે છે. તે તમામ કેસોની સુનાવણી જનતા વીડિયો લિંક દ્વારા જોઇ અને સાંભળી શકે છે.
સર્ક્યૂલરમાં કહેવામાં આવ્યુ છે કે, કોર્ટમાં થનારી સુનાવણી ઓપન કોર્ટ પ્રૉસીડિંગ્સ થાય છે, અને આવામાં સામાન્ય જનતાને તે જોવાનો પુરેપુરો અધિકાર છે. કેમકે આ કોરોના કાળમાં કોર્ટની સુનાવણી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા થઇ રહી છે, પણ આ કારણે સામાન્ય લોકો સામાન્ય લોકોને ઓપન કોર્ટ પ્રૉસિડિગ્સથી વંચિત નથી રાખી શકાતી. આમ સામાન્ય લોકોને આ હક આપવામાં આવ્યો છે.
સર્ક્યૂલરમાં કહેવામાં આવ્યુ છે કે જે લોકો કોર્ટની સુનાવણી જોવા માગે છે, તેમને એક દિવસ પહેલા રાત્રે નવ વાગ્યા સુધી માસ્ટર કે કોર્ટ સ્ટાફને જાણકારી આપવી પડશે, અને ત્યારાબાદ તેમને તે લિંક મળશે, જેના દ્વારા સુનાવણી જોઇ શકાશે.
જોકે, સર્ક્યૂલરમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે જો વ્યક્તિ જો વીડિયો કૉન્ફરન્સિંગથી થનારી સુનાવણીને જુએ સાંભળે છે, તે દરમિયાન તેમને પોતાનો ઓડિયો અને વીડિયો બંધ રાખવો પડશે, જેનાથી કોર્ટની કાર્યવાહીમાં વિક્ષેપ ના પડે.
દિલ્હી હાઇકોર્ટનો ઐતિહાસિક આદેશ, હવે લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા જોઇ શકાશે કેસોની સુનાવણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Jun 2020 09:17 AM (IST)
આ સર્ક્યૂલરમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યુ છે કે હાલના સમયમાં કોર્ટની સુનાવણી વીડિયો કૉન્ફરન્સિંગથી થઇ રહી છે, અને આવામાં એવા કેસો, જેની સુનાવણી બંધ રૂમમાં નથી થઇ રહી, અને જેમાં સામાન્ય લોકો હાજર રહી શકે છે. તે તમામ કેસોની સુનાવણી જનતા વીડિયો લિંક દ્વારા જોઇ અને સાંભળી શકે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -