Atiq Ashraf Murder Case:  ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં અતીક અહમદ અને તેના ભાઈ અશરફ અહમદની પોલીસ કસ્ટડીમાં હત્યા બાદથી હોબાળો મચી ગયો છે. વિપક્ષના તમામ નેતાઓએ એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે માફિયાઓને ગોળી માર્યા બાદ ત્રણેય આરોપીઓએ ‘જય શ્રી રામ’ના નારા કેમ લગાવ્યા? હવે આનો જવાબ પણ ઉત્તર પ્રદેશ પોલીસને મળી ગયો છે. શૂટર સનીએ પોતે તેની પાછળનું સત્ય જાહેર કર્યું છે.






વાસ્તવમા જ્યારે અતીક અહમદ અને અશરફ અહમદને ગોળી વાગી ત્યારે હોસ્પિટલની બહાર મીડિયાકર્મીઓનો જમાવડો હતો. આ બધાની વચ્ચે ત્રણેય આરોપીઓ પણ છૂપાઈ ગયા હતા અને તરત જ બહાર આવીને અતીક અને અશરફ પર ગોળીબાર કર્યો હતો. શૂટર સની કહે છે કે ત્રણેય મરવા આવ્યા નહોતા, તેથી તેઓએ આત્મસમર્પણ કર્યું અને ફાયરિંગ કર્યા પછી તેઓ ખૂબ ડરી ગયા તેથી તેઓએ 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા હતા.


લવલેશ તિવારી પોતાને કટ્ટર હિન્દુવાદી ગણાવે છે


હત્યાના ત્રણેય આરોપીઓનું રહસ્ય ખોલવા પોલીસે તેમની 8 કલાક સુધી પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેની પાસેથી ઘણા રહસ્યો બહાર આવ્યા હતા. પૂછપરછ દરમિયાન લવલેશ તિવારીએ પોતાને કટ્ટર હિન્દુવાદી ગણાવ્યો હતો. પોલીસ હોસ્પિટલની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ સ્કેન કરી રહી છે. ત્રણેય જ્યાં રોકાયા હતા તે હોટલના સીસીટીવી ફૂટેજ પણ લેવામાં આવશે.


હત્યા બાદ વિપક્ષી નેતાઓએ 'જય શ્રી રામ'ના નારા પર વાંધો ઉઠાવ્યો હતો


અતીક અને અશરફની હત્યા બાદ આરોપીઓ દ્વારા ‘જય શ્રી રામ’ના નારા લગાવવાને લઈને વિરોધ પક્ષો દ્વારા અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ આ અંગે નિવેદન જાહેર કર્યું હતું. હિમાચલ પ્રદેશના કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહે કહ્યું હતું કે ‘જય શ્રી રામ’ના નારા લગાવીને કોઈની હત્યા કરવી યોગ્ય નથી.


Atiq Ahmed Murder: અતીક-અશરફ હત્યાકાંડમાં સૌથી મોટી કાર્યવાહી, જાણો કોના પર લેવાઇ પહેલી એક્શન


Atiq Ahmed Murder Case: યુપીમાં સૌથી વધુ ચર્ચિત કેસ અતીક-અશરફ હત્યા કેસને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અતીક અહેમદ અને અશરફની હત્યાકાંડ કેસના ચોથા દિવસે મોટી કાર્યવાહી થઇ છે. આ મામલામાં પાંચ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાહગંજ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ, બે સબ ઈન્સ્પેક્ટર અને બે કૉન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શાહગંજના ઈન્સ્પેક્ટર અશ્વિની સિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંગળવારે SITએ SO સહિત તમામ પોલીસ કર્મચારીઓની પૂછપરછ કરી હતી, ત્યારબાદ SITના રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી.


ઘટનાસ્થળ પર સતર્કતા ના રાખવા અને બેદરકારી રાખવાના મુદ્દે આ કાર્યવાહી થઇ છે. આ પહેલા મંગળવારે એસીપી એનએન સિંહની પણ બદલી કરવામાં આવી હતી. એનએન સિંહ પર આરોપ હતો કે તેમણે કેટલાક લેન્ડ માફિયાઓ પાસેથી તેમના નજીકના લોકોના નામે બહુ ઓછા પૈસામાં જમીનની રજીસ્ટ્રી કરાવી હતી