કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય , 70 આતંકવાદીઓને શ્રીનગરથી આગ્રાની જેલમાં કરાયા શીફ્ટ
abpasmita.in | 08 Aug 2019 11:18 PM (IST)
કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35A હટાવ્યા બાદ હવે ત્યાં જેલમાં બંધ કેદીઓને બીજા રાજ્યમાં મોકલવામાં આવી રહ્યાં છે.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરની શ્રીનગરની જેલમાંથી 70 અલગતાવાદીઓ અને આતંકીઓને સઘન સુરક્ષાની વચ્ચે ગુરુવારે ઉત્તર પ્રદેશના આગરાની સેટ્રલ જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ કેદીઓને વિશેષ વિમાનથી લાવવામાં આવ્યા હતા. તે દરમિયાન એરપોર્ટથી જેલ સુધીના રસ્તા પર કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 અને 35A હટાવ્યા બાદ હવે ત્યાં જેલમાં બંધ કેદીઓને બીજા રાજ્યમાં મોકલવામાં આવી રહ્યાં છે. આ ક્રમમાં ગુરુવારે 70 કેદીઓને આગરાની જેલમાં લઈ જવામાં આવ્યા છે. અહીં તેમને હાઈ સિક્યોરિટી સેલમાં રાખવામાં આવ્યા છે.