નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે અરૂણ જેટલી માનહાની કેસ મામલે મંગળવારે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી રદ્દ્ કરી છે. કેજરીવાલે આ અરજીમાં હાઈકોર્ટથી જેટલી દ્વારા કરવામાં આવેલી માનહાની કેસ મામલે નીચલી અદલતમાં સુનવણી પર રોક લગાવવાની માંગ કરી હતી.
આ પહેલા દિલ્લી હાઈકોર્ટ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આ માંગને રદ્દ કરી હતી. કેજરીવાલે તેની અરજીમાં કહ્યું હતું કે જેટલીએ તેમની વિરૂધ્ધમાં પટિયાલા હાઉસ કોર્ટમાં માનહાનિ અને હાઈકોર્ટમાં સિવિલ માનહાનિ મામલે અરજી કરી હતી. જેના પર સુપ્રીમ કોર્ટે કહ્યું એવો કોઈ નિયમ નથી કે સિવિલ કેસના ચાલતા અપરાધિક કેસની સુનવણી ન થઈ શકે.
કેજરીવાલ તરફથી રામ જેઠમલાણીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટે એક રાજ્યના સીએમના અધિકારોની રક્ષા કરવી જોઈએ. આ એક શક્તિશાળી વિત્ત મંત્રી અને એક નાના રાજ્યના ગરીબ મુખ્યમંત્રી વચ્ચેનો મામલો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું અમે વાસ્તવિકતા અને સબૂત પર વિચાર કરી રહ્યા છીએ.
ઉલ્લેખનિય છે કે અરવિંદ કેજરીવલે અરૂણ જેટલી પર ડીડીસીએના ગોટાળામાં જોડાયોલા હોવાનો આરોપ લગાવ્યો હતો. ભાજપા સાંસદ કિર્તી આઝાદ પણ કેજરીવાલ સાથે આવી ગયા હતા. પાર્ટીએ કિર્તી આઝાદ પર કાર્યવાહી કરી હતી અને જેટલીએ કેજરીવાલ પર માનહાનિનો કેસ કર્યો હતો.