રાજ્યસભાામાં રજૂ કરાયું GST બિલ, નાણામંત્રીએ કરી ચર્ચાની શરૂઆત
abpasmita.in | 03 Aug 2016 08:54 AM (IST)
નવી દિલ્લીઃ સરકાર માટે ફાયદારૂપ માનનારા ગુડ્સ એન્ડ સર્વિસિઝ ટેક્સ (જીએસટી) બિલને રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું છે. સરકારને આશા છે કે વિપક્ષ આ બિલને પાસ કરાવવામાં સહમત થશે. જીએસટી લાગૂ થતાં સમગ્ર દેશમાં એક ટેક્સનો નિયમ લાગૂ થઇ જશે. જીએસટીને રાજ્યસભામાં રજૂ કરતા નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું કે આ બિલ ટેક્સ સુધારામાં સૌથી મોટું પગલું ગણાશે. હાલમાં લોકોએ 30થી 35 ટકા ટેક્સ ભરવો પડે છે. પરંતુ જીએસટી લાગુ થયા બાદ લોકોએ ફક્ત 17 કે 18 ટકા ટેક્સ ભરવો પડશે. જીએસટી લાગુ થતાં એક્સાઇઝ ટેક્સ,સર્વિસ ટેક્સ, વેટ, સેલ્સ ટેક્સ અને એન્ટરટેઇમેન્ટ ટેક્સ અને લક્ઝરી ટેક્સ સમાપ્ત થઇ જશે.