મુંબઈ: બુધવારે વહેલી સવારે મહદ શહેર પાસે સાવિત્રી નદી પાસે અતિ વરસાદથી એક પુલ પડી ગયો છે. જે બાદ બે બસ અને અન્ય કેટલાક વાહનો મળી નથી રહ્યા.


આ પુલ સાત દાયકા જૂનો હતો. અને મુંબઈ-ગોવા હાઈવેને જોડતો હતો. નદીના વધતા પ્રવાહ અને વરસાદથી તે ધરાશયી થયો હતો.

બંને બસોના મળીને 22 મુસાફરો હતા, જેમાંથી કોઈનો પત્તો નથી. રાઈગઢના કલેક્ટર શીતલ ઉગલેના જણાવ્યા મુજબ બસના ડ્રાઈવર કે મુસાફરો સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી.

ગુમ થયેલા તમામ વાહનો માટે 45 સભ્યોની એનડીઆરએફની ટીમ પહોંચીને સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. જે માટે સેનાના હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવશે તેમ રિહેબિલીટેશન મંત્રીએ જણાવ્યું હતું.